ઉપલેટામાં આશ્રય ગર્ભ સંસ્કાર કેન્દ્રના માધ્યમથી ગર્ભવતી મહિલાઓ અને નાના બાળકોની માતાઓ માટે વિનામૂલ્ય ચલાવવામાં આવે છે ગર્ભ સંસ્કાર કેન્દ્ર - At This Time

ઉપલેટામાં આશ્રય ગર્ભ સંસ્કાર કેન્દ્રના માધ્યમથી ગર્ભવતી મહિલાઓ અને નાના બાળકોની માતાઓ માટે વિનામૂલ્ય ચલાવવામાં આવે છે ગર્ભ સંસ્કાર કેન્દ્ર


ગર્ભમાં રહેલ બાળક સંસ્કારી, સમજુ તેમજ હોશિયાર અને તંદુરસ્ત જન્મે તેવા આશ્રયથી આપવામાં આવે છે સેવા

(આશિષ લાલકિયા દ્વારા)
ઉપલેટા તા. ૧૦ જાન્યુઆરી ૨૦૨૩, ઉપલેટા શહેરમાં ગર્ભવતી મહિલાઓ તેમજ તેમના પરિવારને મદદરૂપ થવા અને ખાસ કરીને નાના બાળકોને ઉછેર અને તેમને જ્ઞાન, સંસ્કાર અને સારા વાતાવરણમાં રાખી સારા અને સમજુ તેમજ હોશિયાર બાળકોને ઉછેરવા અને તેમને મોટા કરવા માટેનું વાતાવરણ ઉપરાંત આ બાળકોને આપવામાં આવતી સમજ તેમજ ગર્ભમાં રહેલા બાળકને ગર્ભની અંદર જ કયા પ્રકારના સંસ્કારો અને તેમનો ઉછેર કરવો તે તમામ પ્રકારની માહિતીઓ અને સમજ ઉપલેટા શહેરના આ આશ્રય ગર્ભ સંસ્કાર કેન્દ્રની અંદર વિનામૂલ્ય આપવામાં આવે છે અને સાથે જ ગર્ભવતી મહિલાઓને આ કેન્દ્રમાં આવવાથી અનેકો પ્રકારના ફાયદાઓ પણ થયેલા છે જેથી આ કેન્દ્રમાં આવતી ગર્ભવતી મહિલાઓ તેમજ નાના બાળકોની માતાઓ સહિતનાઓના પરિવારની અંદર પણ આ કેન્દ્રમાં આવવાથી ઘણા ફાયદાઓ અને ઘણી બાળકમાં અને પરિવારમાં પણ સમજૂતી જોવા મળી છે.

ઉપલેટા શહેરમાં રહેતા નીતાબેન જયેશકુમાર માંડલિયા નામના મહિલા છેલ્લા ઘણા વર્ષોથી ગર્ભ સંસ્કાર કેન્દ્ર સાથે સંકળાયેલા છે જેમાં ભૂતકાળની અંદર સરકાર દ્વારા આ પ્રકારના કેન્દ્રો ચલાવવા માટે યોજનાઓ અને તેમના સંચાલકોની નિમણૂક કરવામાં આવી હતી પરંતુ વર્ષ ૨૦૨૦ થી સરકાર દ્વારા આ યોજના બંધ કરી અને આ કેન્દ્રમાં ફરજ બજાવતા કર્મીઓને અચાનક છુટા કરી દેવામાં આવ્યા હતા ત્યારે ઉપલેટા નિતાબેન માંડલિયા નામના આ મહિલા આ કામથી પોતે અંગત રીતે પ્રભાવિત થયા હતા જેને લઈને સરકારે બંધ કરેલી કામગીરી ઉપલેટાની કિલ્લોલ શાળાના માધ્યમથી કોઈ લાભ લેવા માટે અને આ કેન્દ્રમાં જોડાવા અને સામેલ થવા માંગતા હોય તેમને વિનામૂલ્ય તમામ જ્ઞાન, તાલીમ સમજ અને સેવાઓ ૨૦૨૦ થી તેમને આશ્રય ગર્ભ સંસ્કાર કેન્દ્રના માધ્યમથી શરૂ કરી કેન્દ્ર ચલાવવામાં આવી રહ્યું છે.

આ કેન્દ્રની અંદર તેઓ જ્યારથી જોડાયા છે ત્યારથી તેમની પાસે અસંખ્ય ગર્ભવતી મહિલાઓ આવી ચૂકી છે જેમાં પતિ-પત્નીઓ, બાળક એટલે કે ફેમિલી પ્લાનિંગ કરવાનું વિચારતા હોય તેવો તેમજ નાના બાળકોની માતા અને તેમના પરિવારો સહિતના સૌ કોઈ લોકો આ કેન્દ્ર ખાતે આવે છે અને કેન્દ્રમાં ચાલતી કામગીરી અને આપવામાં આવતી જ્ઞાન તેમજ સમજને પોતાના જીવનમાં અને પોતાના પરિવાર, બાળકો સહિતના સૌ કોઈમાં ઉતારે છે અને સારૂ પરિણામ પણ મેળવે છે જેમાં ખાસ કરીને ગર્ભવતી મહિલાઓ માટે વધુ પ્રાધાન્ય આપી અને ગર્ભમાં રહેલા બાળક સંસ્કારી, સમજુ અને હોશિયારની સાથે સાથે તંદુરસ્ત જન્મે તે માટેના પણ તમામ તાલીમ અને જ્ઞાન સહિતની માહિતીઓ પૂરી પાડવામાં આવી રહી છે.

આ પ્રકારના ગર્ભ સંસ્કાર કેન્દ્ર ચલાવવાના હેતુ બાબતે કેન્દ્ર સંચાલક નીતાબેન માંડલીયાએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે વર્તમાન સમયના બાળકો કે જેવો ખૂબ જિદ્દી હોય છે, ચીડીયા સ્વભાવના હોય છે અને સહનશીલતા વગરના હોય છે ત્યારે આવા પ્રકારના બાળકો ઘણી વખત પોતાની જીદ અને ઓછી સહનશીલતાને કારણે ઘણી વખત કોઈ ખોટા પગલા ભરી લે છે જેમાં આપઘાત, મારામારી, હત્યા જેવી ક્રાઈમની બાબતોમાં નાની ઉંમરે આવી જાય છે ત્યારે બાળકોને સંપૂર્ણ પારિવારિક અને ગર્ભની અંદર જ જ્યારે બાળક હોય ત્યારે સમજ અને તેમની માતાને જ્ઞાન આપી ગર્ભમાં રહેલા બાળકને ગર્ભમાં જ સંસ્કાર આપી ભવિષ્યમાં જ્યારે તેમનો જન્મ થાય ત્યારે સુંદર, સમજુ અને સંસ્કારી બાળક જન્મે તેવા પ્રયત્ન કરવામાં આવે છે અને અહીંયા આવતી મહિલાઓમાં પરિણામો પણ જોવા મળે છે.

આ ગર્ભ સંસ્કાર કેન્દ્રની અંદર આવતી ગર્ભવતી મહિલાઓ પાસેથી અલગ-અલગ પ્રકારની કામગીરીઓ અને કારિગીરીઓ કરાવવામાં આવે છે ત્યારે આ કામગીરી અને તેમની કળા જોવા તેમની માતા, સાસુ, પતિ સહિત સૌ કોઈ લોકો પણ મુલાકાત કરે છે અને આ કેન્દ્રની અંદર કરવામાં આવતી પ્રવૃત્તિઓ પણ સુંદર રીતે માણે પણ છે અને નિહાળે છે અને ગર્ભમાં રહેલ બાળકનો ભવિષ્યની અંદર જ્યારે જન્મ થાય છે ત્યારે અહીંયા આપવામાં આવતી તાલીમ જ્ઞાન સંસ્કાર અને સમજને લઈને આ સંચાલિકા જણાવે છે કે અમારા ગર્ભ કેન્દ્ર પર આવતી મહિલાઓમાં વધુ પડતા નોર્મલ ડિલિવરીના કેસ જોવા મળે છે અને બાળક પણ જ્ઞાની, સમજુ અને સંસ્કારી જોવા મળે છે અને જે વર્તમાન સમયની અંદર ચિડિયા, જિદ્દી સ્વભાવના બાળકો હોય છે તેમના કરતાં ગર્ભ સંસ્કાર કેન્દ્રમાં આવેલી માતાના બાળકો ખૂબ સુંદર, સુશીલ અને સંસ્કારી સ્વભાવના જોવા મળે છે.

સરકાર દ્વારા ભૂતકાળની અંદર આ પ્રકારના કેન્દ્રો ચલાવવા માટેની યોજના બનાવવામાં આવી હતી પરંતુ આ યોજના સરકાર દ્વારા અચાનક આ પ્રકારની કામગીરી બંધ કરી દેવામાં આવી હતી ત્યારે આ કેન્દ્ર પર આવતી મહિલાઓ માટેના સંચાલિકા તરીકે ફરજ બજાવતા નીતાબેન માંડલિયા દ્વારા સરકાર દ્વારા બંધ કરેલી કામગીરીને પોતે અને કિલ્લોક શાળાના માધ્યમથી વ્યક્તિગત ચલાવી છેલ્લા બે કરતા પણ વધારે સમયથી પોતાને મનપસંદ વિષય બની ગયો હોવાથી અહીંયા આવતા તમામ લાભાર્થીઓ માટે વિનામૂલ્ય સેવા અને સુવિધાઓ પૂરી પાડે છે જેમાં તેમના દ્વારા ઉપલેટા શહેરની કિલ્લોલ શાળા ખાતે આ કેન્દ્ર ચલાવવામાં આવે છે અને આ કેન્દ્રની અંદર મહિલાઓ કેન્દ્ર ખાતે રૂબરૂ પણ આવે છે જ્યારે ઘણી ખરી અન્ય વિસ્તારની મહિલાઓ ડિજિટલ માધ્યમથી આ કેન્દ્ર સાથે આપવામાં આવતી સેવાઓ સુવિધાઓ અને સમજણ સાથે જોડાય છે અને પોતાના ગર્ભમાં રહેલા બાળકનું સુંદર રીતે સિંચન કરે છે.

આ કેન્દ્ર પર આપવામાં આવતી તાલીમ, સમજ અને જ્ઞાનને લઈને જન્મેલા બાળકોમાં પણ સારૂ પરિણામ જોવા મળે છે ત્યારે આહિયા વિનામૂલ્યે આપવામાં આવતી સેવાઓ અને સુવિધાઓ માટે આ કેન્દ્ર સંચાલિકા કે જેઓ હાલ આ આશ્રય ગર્ભ સંસ્કાર કેન્દ્ર ચલાવે છે તેનાથી અનેક પરિવારો અને એમના બાળકો ખુબજ પ્રભાવિત થઈ રહ્યા છે ત્યારે સરકાર આ પ્રકારની કામગીરી અને સેવાની નોંધ લઈને સહકાર આપે તેવી પણ બાબત જણાઈ આવે છે.

તસ્વીર/અહેવાલ:- આશિષ લાલકિયા, ઉપલેટા (રાજકોટ)
મો. 9016201128


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon