સંજેલી તાલુકાના ગ્રામ્ય કક્ષાના પાણી પુરવઠા ઓપરેટરોની ૧૦ દિવસીય તાલીમ - At This Time

સંજેલી તાલુકાના ગ્રામ્ય કક્ષાના પાણી પુરવઠા ઓપરેટરોની ૧૦ દિવસીય તાલીમ


દાહોદ જીલ્લાના સંજેલી તાલુકાના ગ્રામ્ય કક્ષાના પાણી પુરવઠાના બોર ઓપરેટરોની વાસ્મો દ્વારા દશ દિવસીય ટ્રેનીંગ નો પ્રારંભ કરાયો હતો. જેમાં બોર ઓપરેટરોને પાણી વિતરણ વ્યવસ્થા કેવી રીતે ચલાવી શકાય તે અંગેની સમજ આપવામાં આવી હતી. જીવનમાં પાણીના ઉપયોગ કેવી રીતે કરવો તે બાબતે વાસ્મોના નિકુંજભાઈ વાળંદ(મેનેજર) અને કનૈયાલાલ, રાહુલ એ વિશેષ માહિતી આપી હતી. આ તબકકે આઈ.ટી.આઈ. ના ઇન્ચાર્જ ફોરમેન શ્રી કે.કે બેદી અને શ્રીમતી એચ.ગરવાલએ ઉપસ્થિત ઓપરેટરોને પાણી લક્ષી જ્ઞાન આપ્યું હતું. સંજેલી ખાતે યોજયેલા તાલીમમાં તાલુકા ના ગામડાઓને ઓપરેટરો ઉપસ્થિત રહ્યા હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.