ભારવાડા ગામે શ્રી બી એલ જોશી ની સંસ્થા શ્રી ભારદ્વાજ મુનિ આશ્રમ ટ્રસ્ટ સંચાલિત સંસ્કૃત મહાવિદ્યાલય માં આજે ગીતા જયંતી હોવાથી ઋષિ કુમારો દ્વારા ગીતાજીના શ્લોક નું પઠન કરવામાં આવ્યું - At This Time

ભારવાડા ગામે શ્રી બી એલ જોશી ની સંસ્થા શ્રી ભારદ્વાજ મુનિ આશ્રમ ટ્રસ્ટ સંચાલિત સંસ્કૃત મહાવિદ્યાલય માં આજે ગીતા જયંતી હોવાથી ઋષિ કુમારો દ્વારા ગીતાજીના શ્લોક નું પઠન કરવામાં આવ્યું


ભારવાડા ગામે શ્રી બી એલ જોશી ની સંસ્થા શ્રી ભારદ્વાજ મુનિ આશ્રમ ટ્રસ્ટ સંચાલિત સંસ્કૃત મહાવિદ્યાલય માં આજે ગીતા જયંતી હોવાથી ઋષિ કુમારો દ્વારા ગીતાજીના શ્લોક નું પઠન કરવામાં આવ્યું
આજે માગસર શુદ અગિયારસ એટલે ગીતા જયંતી આજના દિવસે શાસ્ત્રોના જણાવ્યા મુજબ મહાભારતના યુદ્ધમાં ભગવાન શ્રીકૃષ્ણએ અર્જુનને જે બોધ આપેલો તે ગીતાજી સ્વરૂપે પ્રગટ થયેલ છે અને સમગ્ર કથાકારો લોકસાહિત્યકારો કવિઓ વિગેરે જણાવે છે કે જેમના ઘરમાં ગીતાજી અને રામાયણ ગ્રંથ હશે ત્યાં તે ઘરમાં કળયુગ પ્રવેશી શકતો નથી હિન્દુ ધર્મમાં ગીતાજી નું ખૂબ જ મહત્વ છે અને ગીતાજી અતિ પવિત્ર ગ્રંથ માનવામાં આવે છે આજે ગીતા જયંતી હોવાથી ભારવાળા ગામે ભારદ્વાજ આશ્રમ ખાતે આવેલ સંસ્કૃત મહાવિદ્યાલયના 75 ઋષિ કુમારો દ્વારા સવારે 11:00 વાગ્યાથી 1:00 વાગ્યા સુધી ગીતાજીના પવિત્ર શ્લોકનું પઠન કરવામાં આવેલ અને અહીં પાઠશાળાના પટાગણમાં ભગવાન શિવ તેમજ મા ગાયત્રી અને મા સરસ્વતીના મંદિરના પટાંગણમાંદરેક ઋષિ કુમારો ઋષિ પરંપરા મુજબ પોશાક પહેરી ગીતાજીના પવિત્ર શ્લોક નું પઠન કરતા હતા ત્યારે વાતાવરણ પણ આહલાદક જોવા મળતું હતું આજે ગીતા જયંતી ના પવિત્ર દિવસે સમગ્ર કાર્યક્રમનું આયોજન મનોજભાઈ શાસ્ત્રી દ્વારા કરવામાં આવેલ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.