૫૯ ધંધુકા વિધાનસભા ક્ષેત્રમાં ૨ લાખ ૭૪ હજાર મતદારો ૧૧ ઉમેદવારોનું ભાવી નક્કી કરશે. - At This Time

૫૯ ધંધુકા વિધાનસભા ક્ષેત્રમાં ૨ લાખ ૭૪ હજાર મતદારો ૧૧ ઉમેદવારોનું ભાવી નક્કી કરશે.


૫૯ ધંધુકા વિધાનસભા ક્ષેત્રમાં ૨ લાખ ૭૪ હજાર મતદારો ૧૧ ઉમેદવારોનું ભાવી નક્કી કરશે.

૨૦૧૭ ની ચૂંટણીમાં ૨,૪૫,૬૬૧ મતદારો નોંધાયો હતો ૨૦૨૨ માં ૨,૭૪,૨૧ મતદારો નોંધાયા છે ૨૮,૬૬૦ મતદારોનો વધારો થયો છે.
અમદાવાદ જિલ્લાની ૫૯ ધંધુકા વિધાનસભા વિસ્તારમાં ૨ લાખ ૭૪ હજાર ૨૧ મતદારો ૧૧ ઉમેદવારોનું ભાવી નક્કી કરશે ૫૯ ધંધુકા વિધાનસભા વિસ્તાર ચાર તાલુકામાં ઘેરાયેલો છે જેમાં અમદાવાદ જિલ્લાના ધંધુકા, ધોલેરા તાલુકા ઉપરાંત બોટાદ જિલ્લાના બરવાળા અને રાણપુર તાલુકા નો સમાવેશ થાય છે.
૫૯ ધંધુકા વિધાનસભા મતવિસ્તારમાં ધંધુકા સહિત તાલુકામાં ૯૩ પુલિંગ સ્ટેશન તથા ધોલેરા તાલુકામાં ૫૭ તથા રાણપુર તાલુકામાં ૮૨ તથા બરવાળા તાલુકામાં ૫૮ પુલિંગ સ્ટેશન ઉભા કરવામાં આવ્યા છે સમગ્ર ૫૯ ધંધુકા વિધાનસભા ક્ષેત્રમાં ૨૯૦ પુલિંગ સ્ટેશનમાં ૨ લાખ ૭૪ હજાર ૨૧ મતદારો મતદાન કરી ૧૧ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.
૫૯ ધંધુકા વિધાનસભા ક્ષેત્રના ધંધુકા તાલુકા માં ૪૫,૬૨૭ પુરુષ તથા ૪૧,૬૯૯ મહિલા મતદારો મળી ને કુલ ૮૭,૩૨૬ મતદારો નોંધાયેલા છે. ધોલેરા તાલુકામાં ૨૬,૦૬૫ પુરુષ મતદારો તથા ૨૨,૫૮૨ મહિલા મતદારો નોંધાયા છે રાણપુર તાલુકામાં ૪૨,૯૪૪ પુરુષ તથા ૩૮,૬૮૫ મહિલા મતદારો નોંધાયા છે બરવાળા તાલુકામાં ૨૯,૮૪૯ પુરુષ તથા ૨૬,૫૬૯ મહિલા મતદારો નોંધાયા છે આમ ૫૯ ધંધુકા વિધાનસભા ક્ષેત્રે માં ૧,૪૪,૪૮૫ પુરુષ અને ૧,૨૯,૫૩૫ મહિલા કુલ મળીને ૨,૯૪,૦૨૧ મતદારો આગામી પાંચમી ડિસેમ્બર ૨૦૨૨ ના રોજ મતદાન કરી ૧૧ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.
સને ૨૦૧૭ ધંધુકા ૫૯ વિધાનસભા ચૂંટણીમાં ૨,૪૫,૩૬૧ મતદારો નોંધાયા હતા વર્તમાન ૨૦૨૨ ની ચૂંટણીમાં ૨,૯૪,૦૨૧ મતદારો નોંધાયા છે ગત ૨૦૧૭ ની મતદાર યાદીમાં ૨૦૨૨ ની નવી મતદાર યાદીમાં નવા ૨૮,૬૬૦ મતદારો નો વધારો નોંધાયો છે જેની સામે મતદાન કરવા માટે પુલિંગ સ્ટેશનમાં પણ વધારો કરાયો છે ૨૦૧૭ ની ચૂંટણીમાં ૨૭૯ પુલિંગ સ્ટેશન હતા ૨૦૨૨ ની ચૂંટણીમાં માટે ૨૯૦ પુલિંગ સ્ટેશન ઉભા કરવામાં આવ્યા છે આમ મતદારોની સંખ્યા વધતા નવા ૧૧ પુલિંગ સ્ટેશનનો સમગ્ર ૫૯ ધંધુકા વિધાનસભા ક્ષેત્રમાં જ્યાં જરૂર છે ત્યાં વધારો કરવામાં આવ્યો છે.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.