દામનગર થી દિલ્હી સુધી ભાજપ નો દબદબો આવો સુવર્ણ સમય છતાં મહુવા -સુરત ટ્રેન સ્ટોપ માટે કોઈ બજેટ ખર્ચ કે વિપક્ષ ક્યાં નડે છે ? - At This Time

દામનગર થી દિલ્હી સુધી ભાજપ નો દબદબો આવો સુવર્ણ સમય છતાં મહુવા -સુરત ટ્રેન સ્ટોપ માટે કોઈ બજેટ ખર્ચ કે વિપક્ષ ક્યાં નડે છે ?


દામનગર શહેર માંથી પસાર થતી મહુવા - સુરત ટ્રેન ના માત્ર દર્શન કરતા શહેરીજનો ને મહુવા - સુરત ટ્રેન નો સ્ટોપ ક્યારે ? દામનગર થી લઈ દિલ્હી સુધી દબદબો ધરાવતી ભારતીય જનતા પાર્ટી ના અમરેલી જિલ્લા માંથી બે સાંસદો શ્રી લોકસભા અને રાજ્યસભા માં બિરાજતા હોય કોઈ દામનગર શહેર માંથી પસાર થતી મહુવા - સુરત ટ્રેન ના સ્ટોપ માટે કોઈ ખર્ચ કે બજેટ ફળવ્યા વગર મળનારી મહુવા - સુરત ટ્રેન નો દામનગર ને સ્ટોપ કેમ નહિ ? આવો રાજકીય દબદબો ક્યારેય નથી આવ્યો તેવો સુવર્ણ કાળ ચાલી રહ્યો છે આથી વધુ રાષ્ટ્રીય સતા કોઈ હોય શકે ખરી ? અમરેલી જિલ્લા માંથી બે સાંસદ સભ્ય કેન્દ્રીય મંત્રી પદ હોવા છતાં કોઈપણ બજેટ જોગવાઈ વગર શહેર માંથી પસાર થતી મહુવા - સુરત ટ્રેન ને સ્ટોપ આપી આ વિસ્તાર ના શહેરી અને ગ્રામ્ય વિસ્તાર ની પ્રજા નું ભલું કરવા વારંવાર ની માંગ છતાં મહુવા - સુરત ટ્રેન ને દામનગર શહેર ને સ્ટોપ કેમ નહિ ? શુ દામનગર શહેર અને ગ્રામ્ય વિસ્તાર ને આ ટ્રેન સ્ટોપ મળે ન મળે તે માટે કોઈ વિપક્ષ નો વિરોધ છે ? રેલવે સ્ટોપ માટે વૈશ્વિક સતા કે મંજૂરી મેળવવી જરૂરી છે ? દામનગર શહેર ને મહુવા - સુરત  ટ્રેન નો સ્ટોપ મળે તે રાષ્ટ્રવાદ નથી ? આ વિસ્તાર ની જનતા નો હક્ક અધિકાર નથી ? સસ્તી અને સલામતી વાળી રેલવે મુસાફરી કરાવવી આપની ફરજ નથી ? દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તાર માટે મહુવા - સુરત ટ્રેન નો સ્ટોપ મેળવવા વારંવાર શાસક વિપક્ષ બધા એકીસુરે માંગ કરે છે મુસાફરી સુવિધા માટે આ વિસ્તાર ને કેટલા વર્ષો ટળવળવુ પડશે ? અત્યારે અમરેલી જિલ્લા નો કેન્દ્ર સરકાર સુધી દબદબો હોય આવો સુવર્ણ કાળ ચાલતો હોય ત્યારે શહેર માંથી ચાલતી મહુવા - સુરત ટ્રેન ના સ્ટોપ માટે ટટળવુ પડે તે કેવું ? 

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.