દામનગર પાલિકા શાસકો ક્યારેક ક્યારેક શ્રી કુંભનાથ બગીચા સફાઈ અભિયાન જેવી મુહિમ શહેરી વિસ્તાર માં પણ ચલાવો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/7cvtn52ntiiyamcg/" left="-10"]

દામનગર પાલિકા શાસકો ક્યારેક ક્યારેક શ્રી કુંભનાથ બગીચા સફાઈ અભિયાન જેવી મુહિમ શહેરી વિસ્તાર માં પણ ચલાવો


દામનગર નગરપાલિકા ના શાસકો એ ક્યારેક ક્યારેક સ્વચ્છતા અભિયાન શહેર માં પણ ચલાવવું જોઈ એ શહેર થી બહાર શ્રી કુંભનાથ મહાદેવ મંદિર બગીચા નું  સફાઈ અભિયાન બહુજ સારી મુહિમ છે પણ સાથે સાથે શહેર માં જ્યાં શહેરીજનો રહે છે તેનો પણ ખ્યાલ રાખવો જોઈ એ ખૂબ મોટો મિલ્કત વેરો વ્યવસાય વેરો દિવાબતી કર શિક્ષણ ઉપકર ગટર વેરો ભરતા શહેરીજનો માટે પણ આવી સ્વચ્છતા અભિયાન ની મુહિમ શહેરી સંકુલ પણ ચલાવો ને છેલ્લા એક માસ માં ખૂબ જ ટ્રુવહીલ ની ચોરી થઈ પાલિકા ના પવિત્ર શાસકો એ વર્ષ ૨૦૨૧ માં ચૂંટણી સમયે આપેલ સીસી ટીવી કેમેરા નું વચન પૂરું કરવું જોઈ એ રવિવારે મુખ્ય બજાર ની સફાઈ સેવા બંધ રાખી બચત કરતા પાલિકા શાસકો શહેર ના દરેક વિસ્તાર માં પણ કુંભનાથ મંદિર બગીચા જેવી સ્વચ્છતા અભિયાન ક્યારેક તો ચલાવો સપ્તાહ માં એકાદ વાર થોડી સફાઈ દરેક વિસ્તારો ઓ કરાય તો સારું અસંખ્ય વિસ્તારો માં કાયમી સફાઈ કામદાર જ નથી ખૂબ મોટા ભાગ ના વિસ્તારો માં સ્વચ્છતા અભિયાન ચાલે તો ખબર પડે કે સફાઈ કર્મચારી છે એસ આઈ છે અને પાલિકા શાસકો પણ છે વ્યવસ્થા તંત્ર ની હયાતી દેખાડવા માટે એકાદ સ્વચ્છતા અભિયાન મુહિમ શહેરી સંકુલ પણ કરો દામનગર નગરપાલિકા ના ચૂંટાયેલ સભ્ય ની શેરી ઓ સિવાય પણ શહેર ના અસંખ્ય વિસ્તારો આકારણી રજીસ્ટરે નોંધાયેલ છે 

રિપોર્ટ નતવરલ જે ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]