મહીસાગર જિલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા ડોર ટુ ડોર પ્રચાર અભિયાન
આગામી વિધાનસભા ચૂંટણીમાં જીત માટે રાજકીય પક્ષો દ્વારા એડી ચોટીનું જોર લગાવામાં આવી રહ્યું છે. ત્યારે ભારતીય જનતા પાર્ટી દ્વારા મહીસાગર જિલ્લાની ત્રણેય વિધાનસભા બેઠક જીતવા માટે પુરજોશમાં પ્રચાર-પ્રસાર કરવામાં આવી રહ્યો છે.
મહીસાગર જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચા દ્વારા જિલ્લામાં વિચલિત અને વિચરતી જાતિના મતદારોનો ડોર ટુ ડોર સંપર્ક અભિયાન જિલ્લા ભાજપ દ્વારા ઉપાડી લેવામાં આવ્યું છે
તારીખ 27 ના રોજ વિચરતી અનેવિમુક્ત જનજાતિના ના ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ મહીસાગર જીલ્લા ભાજપ બક્ષીપંચ મોરચાના ઉપપ્રમુખ શ્રી દિલીપભાઈ વાદી 123 વિધાનસભા મત વિસ્તારમાં ગામડે ગામડે જઈને વિચરતી અને વિમુક્ત જાતિના લોકોને ગુજરાતની વિકાસ ગાથા વિશે ચર્ચા કરી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર ડોક્ટર કુબેરભાઈ ડીંડોર સાહેબની જંગી બહુમતીથી જીતે તે અર્થે ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવ્યો હતો
રિપોર્ટર છત્રસિંહ ચૌહાણ બાલાસિનોર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.