ધ્રાંગધ્રા બેઠકના ત્રણ ઉમેદવારોને હિસાબ રજુ નહિ કરતા ચુંટણી પંચની નોટીસ. - At This Time

ધ્રાંગધ્રા બેઠકના ત્રણ ઉમેદવારોને હિસાબ રજુ નહિ કરતા ચુંટણી પંચની નોટીસ.


ધ્રાંગધ્રા: ધ્રાંગધ્રા બેઠક પર ચુંટણી જંગ જામ્યો છે જેમા આ વખતે ભાજપ, કોગ્રેસ , આપ સહિત કુલ ૧૩ અપક્ષ ઉમેદવારો ચટણી મેદાનમાં છે જ્યારે મતદાનના દિવસો જેમ જેમ નજીક આવી રહ્યા છે તેમ તેમ અહિની બેઠક રાજકીય રંગ પણ પકડતી જાય છે. તેવામાં ચુંટણી પંચના આદેશ મુજબ ૨૨ નવેમ્બરના રોજ તમામ ઉમેદવારોએ પોતાનો હિસાબી ખચઁ રજુ કરવા માટેનો અંતિમ દિવસ હોય જેમા ધ્રાગધ્રા બેઠકના ૧૦ ઉમેદવારોએ પોતાનો હિસાબ ડે.કલેકટર સમક્ષ રજુ કરી આપેલ હતો પરંતુ ત્રણ ઉમેદવારો દ્વારા હિસાબ રજુ નહિ થતા આ ત્રણેય ઉમેદવારો ના નોટીસ ફટકારવામાં આવી છે. આ ત્રણેય ઉમેદવારોમા ભાજપના પ્રકાશભાઇ વરમોરા, ગોવીંદભાઇ મકવાણા અને જેરામભાઇ ચૌહાણ દ્વારા પોતાનો ચુંટણી ખચઁને હિસાબ સમયસર ચુંટણી પંચ સમક્ષ રજુ નથી કરવામા આવ્યો જેથી ભાજપના ઉમેદવાર સહિત ત્રણેયને ચુટણી પંચ દ્વારા નોટીસ ફટકારતા જ હિસાબી ખચઁ રજુ કરવા આંકડા ગોઠવણી માટે ઉમાદવારોમા દોડધામ શરુ થઇ છે. (અહેવાલ/તસ્વીર:-સન્ની વાઘેલા, ધ્રાંગધ્રા)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.