ધ્રાંગધ્રાના પુવઁ ધારાસભ્યના પુત્ર કોંગ્રેસમાંથી રાજીનામુ આપી હોવાની અફવાનો રદીયો.

ધ્રાંગધ્રાના પુવઁ ધારાસભ્યના પુત્ર કોંગ્રેસમાંથી રાજીનામુ આપી હોવાની અફવાનો રદીયો.


ધ્રાંગધ્રા: રાજ્યમા વિધાનસભાની ચૂંટણીની રંગ બરોબરનો જામ્યો છે ત્યારે અનેક રાજકીય પક્ષ એક બીજા પર આક્ષેપ પ્રતિઆક્ષેપ કરતા નજરે પડે છે. જ્યારે ધ્રાંગધ્રા બેઠક પર કોગ્રેસ, ભાજપ અને આમ આદમી પાટીઁના ત્રિપાંખિયો જંગ જામ્યો છે અને આ પ્રકારના રાજકીય માહોલમાં અફવાઓની બજાર પણ ગરમ રહે છે જેમા આમ આદમી પાટીઁના ઉમેદવાર પોતાની ઉમેદવારી પરત ખેંચવાની અફવાએ જોર પકડ્યું હતુ જે સમય જતા અફવા સાબિત થઇ હતી તેવામાં ફરી કોગ્રેસના પુવઁ ધારાસભ્ય હીરાભાઇ પટેલના પુત્ર અને ધ્રાંગધ્રા બેઠક પર કોંગ્રેસમાથી ચુંટણી લડી ચુકેલા જયેશભાઇ પટેલ રાજીનામુ આપ્યુ હોવાનો પત્ર સોશીયલ મિડીયામાં વાયરલ થતા ચો તરફ ચચાઁઓ જાગી હતી. જયેશભાઇ પટેલે કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશભાઇ ઠાકોરને રાજીનામુ પાઠવ્યું હોવાનો આ પત્ર વાયરલ થતા જ જાણીતા ઉધોગપતિ અને કોગ્રેસના આગેવાન જયેશભાઇ પટેલે ખુલાસો કરતા જણાવ્યુ હતુ કે તેઓ કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યુ નથી અને તેઓના મળતા નામથી અથવા તો જોઇ જાણીને કોઇ આ પ્રકારનો પત્ર વાયરલ કરવામા આવ્યો છે પરંતુ તેઓ ભુતકાળમા કોગ્રેસ સાથે હતા અને વતઁમાન સમયમા કોગ્રેસ સાથે જ છે તેમ લેખીત ખુલાસ આપ્યો હતો. (અહેવાલ/તસ્વીર:-સન્ની વાઘેલા,ધ્રાંગધ્રા)


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
Translate »