હાલાકી : એસ.ટી. બસ લાકડિયા ગામ માં ન આવતા હાલાકી ભોગવવી પડે છે - At This Time

હાલાકી : એસ.ટી. બસ લાકડિયા ગામ માં ન આવતા હાલાકી ભોગવવી પડે છે


ભચાઉ તાલુકાના લાકડિયા માં મોટા ભાગની એસ.ટી. બસ ગામના બસ સ્ટેશન સુધી ન આવી, હાઈવે પરથી બાયપાસ નીકળી જતી હોવાથી પ્રવાસીઓ હાલાકી ભોગવી રહ્યા છે.ગામની વસતી ૧૫૦૦૦ હજાર જેટલી છે. લોકોને સારવાર માટે પાટણ અથવા ગાંધીધામ, મોરબી, રાજકોટ તરફ જવું પડે છે પરંતુ મોટાભાગની બસ ગામ ની અંદર નહીં આવતી હોય , જેથી લોકોને ના છૂટકે ખાનગી વાહનનો સહારો લેવો પડે છે.
ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમ ભુજ દ્વારા ઓર્ડર દરેક ડેપો મેનેજર ને આપ્યો હોય કે લાકડિયા ગામના નિયત કરેલા સ્ટોપ પર બસ લઈ જવી આવો ઓર્ડર આપ્યો હોવા છતાં પણ ડ્રાઇવર, કંડક્ટર દ્વારા બસ હાઈવે પર થી બાયપાસ હંકારી જતા હોય છે જો આવા ડ્રાઈવર અને કંડકટર પર ખાતાકીય કાર્યવાહી કરવામાં આવે.
ગામ પાસેથી દરરોજ ઘણી બધી એસ.ટી. બસ નીકળે છે, પરંતુ તે પૈકી માત્ર અમુક જેટલી ગામ માં આવે છે, બાકીની હાઈવે પરથી બાયપાસ નીકળી જાય છે. લાકડિયા ગામમાંથી અન્ય ગામ કે શહેરમાં જવા માટે એસટી બસ ન હોવાથી પ્રવાસીઓની મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
પેસેન્જર દ્વારા ચર્ચા સાંભળવા મળી હતી કે જો આવા જે તે અધિકારી દ્વારા અમુક બસ ને ટ્રેક કરી અને બસ અંદર ન જવા પાછળનું કારણ લઈ એમની પર કાર્યવાહી કરવામાં આવશે તો બીજા ડ્રાઈવર અને કંડકટર ને પણ એક ખાતાકીય કાર્યવાહી નો ડર રહેશે તો તે પોતાની ફરજ સારી રીતે બજાવશે અને બાયપાસ રોડ પરથી પસાર નહીં થતાં ગામના નિયત સ્ટોપ પર થી પસાર થશે


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.