અરવલ્લી જિલ્લામાં જામ્યો ચુંટણીનો રંગ: સેલ્ફી વિથ દ્વારા કરાયો મતદાન જાગૃતિનો પ્રયાસ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/olog7b667io24y9p/" left="-10"]

અરવલ્લી જિલ્લામાં જામ્યો ચુંટણીનો રંગ: સેલ્ફી વિથ દ્વારા કરાયો મતદાન જાગૃતિનો પ્રયાસ.


અવસર છે લોકશાહીનો..આવ્યો અવસર મતદાનનો

અરવલ્લી જિલ્લામાં જામ્યો ચુંટણીનો રંગ: સેલ્ફી વિથ દ્વારા કરાયો મતદાન જાગૃતિનો પ્રયાસ.

અરવલ્લી જિલ્લાનાં વિવિધ સ્થળોએ લોકોને મતદાનના અધિકાર અને રાષ્ટ્ર પ્રત્યેની ફરજથી વાકેફ કરવા મતદાન પ્રક્રિયા વિશે સમજ આપવામાં આવી. અરવલ્લી જિલ્લામાં અનેકવિધ રીતે નાગરિકોને તેમના મતદાનના અધિકાર અને રાષ્ટ્ર પ્રત્યેની ફરજથી પરિચિત કરવા તેમને મતદાન પ્રક્રિયા વિશે સમજ આપવામાં આવી રહી છે. જીલ્લાના વિવિધ સ્થળો પર સેલ્ફી બુથ મૂકી મતદાન જાગૃતિ અંતર્ગત કાર્યક્રમો યોજાયા.

સેલ્ફી બુથ દ્વારા ચૂંટણી પ્રક્રિયા અને લોકશાહી માટે ચૂંટણીના મહત્વ વિશે માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. મહત્વનું છે કે, ભારતના એક પણ નાગરિકને મતદાનના અધિકારથી વંચિત ન રહેવું પડે તે માટે ચૂંટણી તંત્ર દ્વારા સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જે અન્વયે વિવિધ જિલ્લાઓમાં મતદાન જાગૃતિ અભિયાન અન્વયે અનેક કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે.

જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]