ચોટીલા ધારાસભ્ય શ્રી ઋત્વિક મકવાણા નો અનોખો પ્રવાસ મતદારો નો આભાર વ્યક્ત કરવા ગામડે પહોંચ્યા - At This Time

ચોટીલા ધારાસભ્ય શ્રી ઋત્વિક મકવાણા નો અનોખો પ્રવાસ મતદારો નો આભાર વ્યક્ત કરવા ગામડે પહોંચ્યા


*ચોટીલા ધારાસભ્ય શ્રી ઋત્વિક મકવાણા નો મુળી તાલુકાનાં ગામોમાં પ્રવાસ*

*ધારાસભ્ય પદે પાંચ વર્ષ પુર્ણ થતાં મતદારો નો આભાર વ્યક્ત કરવા મતદારો નાં દ્વારે*

ચોટીલા ધારાસભ્ય શ્રી ઋત્વિક મકવાણા ને પાંચ વર્ષ પુર્ણ થતાં ની સાથે તમામ ગામોમાં મતદારો નો આભાર વ્યક્ત કરવા માટે અને કરેલાં કામો નાં લેખાંજોખાં મતદારો સમક્ષ મુકી આભાર માન્યો હતો જેમાં તેઓનાં પ્રયાસ પ્રયત્ન થકી થયેલા વિકાસના કાર્યો ની મતદારો ને હિસાબ સાથે આભાર માન્યો હતો જેમાં સરલા,ટીકર,લીયા, વડધ્રા જેવા ગામોમાં આજે સ્થાનિક આગેવાનો અને ગામજનો વચ્ચે પાંચ વર્ષ નાં કામો મુકેલાં હતાં સાથે તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર સિંહ પરમાર, જીલ્લા મહામંત્રી પદુભા પરમાર જગદીશભાઈ પટેલ, દિલીપભાઈ પટેલ,હાજર રહ્યા હતા અને તેઓ પર આપ દ્વારા મુકેલા વિશ્વાસ ને સુપેરે નિભાવી પાંચ વર્ષ નો કાર્યકાળ વિધાનસભા માં પુર્ણ થતાં કોંગ્રેસ નાં કામ બોલે છે તેની માહિતી થી વાકેફ કર્યા હતાં
*રામકુભાઈ કરપડા મુળી*


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.