બોટાદ જિલ્લાના 106 ગઢડા વિધાનસભા માં માલધારી સમાજ દ્વારા પ્રતિક આંદોલન. - At This Time

બોટાદ જિલ્લાના 106 ગઢડા વિધાનસભા માં માલધારી સમાજ દ્વારા પ્રતિક આંદોલન.


બોટાદ જિલ્લાના 106 ગઢડા વિધાનસભા માં માલધારી સમાજ દ્વારા પ્રતિક આંદોલન. ************************* બોટાદ જિલ્લાના ગઢડા તાલુકા પંચાયત ખાતે માલધારી સમાજ દ્વારા પ્રતિક આંદોલન કરવામાં આવ્યું. ગઢડા તાલુકાના સાજણાવદર,ઢસા,ભીમડાદ,રસનાળ,જનડા,ઈગોરાળા(ખાલશા)મેધવડીયા તેમજ અનેક ગામમાં ગૌચર ઉપર દબાણ થયેલ છે.તો છુટું કરવામાં માટે આંદોલન કરવામાં આવ્યું.અનેક ગામોમાં માપણી નું કામ પુર્ણ થયેલ હોવા છતાં હજી ખુલ્લા કરવામાં આવ્યા નથી અને જ્યારે જ્યારે રજુઆત કરવામાં આવે ખોટા વાયદામાં કરવામાં આવે પણ સ્થળ ઉપર કોઈ કામગીરી કરવામાં આવતી એનાં માટે માલધારી સમાજ દ્વારા પ્રતિક આંદોલન કાર્યક્રમ આપ્યો છે.તો આગામી દિવસોમાં સરકાર અને અધિકાર દ્વારા જો ગૌચર ની જગ્યા ખાલી કરવામાં નહીં આવે તો આ પ્રતિક આંદોલન ચાલુ રહેશે એવુ માલધારી સમાજ દ્વારા જણાવવામાં આવ્યું હતું.એટલે વહેલી તકે ગૌચર ખાલી કરવામાં આવે ગઢડા તાલુકાના માલધારી સમાજ દ્વારા માંગ કરવામાં આવી છે..


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.