રાજકોટ શહેર રસુલપરામાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો બોગસ ડોક્ટર ઝડપાયો. - At This Time

રાજકોટ શહેર રસુલપરામાં લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો બોગસ ડોક્ટર ઝડપાયો.


રાજકોટ શહેર તા.૧૪/૧૦/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેર ક્રાઈમ બ્રાન્ચના PI વાય.બી.જાડેજાના માર્ગદર્શન હેઠળ હેડ કોન્સ્ટેબલ અમીતભાઈ અગ્રવાત અને કોન્સ્ટેબલ કુલદીપસિંહ રાણા સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં હતાં ત્યારે મળેલ ચોકકસ બાતમીના આધારે રાજકોટમાં આવેલ રસુલપરા શકિતનગર સોસાયટી શેરીનં.-૧ સેનીફ હુશેન બાદી ઉ.૨૩ કોઈપણ જાતની મેડીકલ ડીગ્રી વગર લોકોના આરોગ્ય સાથે ચેડા કરી બોગસ દવાખાનું ચલાવે છે. તે માહીતીના આધારે દરોડો પાડી હુશેન બાદીને દબોચી મેડીકલ દવા તેમજ મેડીકલ સાધનો મળી રૂ.૧૬ હજારનો મુદ્દામાલ કબ્જે કરી પુછપરછ હાથ ધરી હતી. વધુમાં બોગસ તબીબે પુછપરછમાં કબુલ્યું હતું કે તે પહેલા અન્ય દવાખાનામાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો જયાના અનુભવ થી તેને દોઢ માસ પહેલા જ ક્લિનિક શરૂ કર્યું હતું.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.