રાજકોટ શહેર બસ સ્ટેન્ડ પાસેથી ચોરાઉ મોબાઈલ સાથે શખ્સને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ પોલીસ. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/vejudwr4l4otrcr1/" left="-10"]

રાજકોટ શહેર બસ સ્ટેન્ડ પાસેથી ચોરાઉ મોબાઈલ સાથે શખ્સને પકડી પાડતી ક્રાઈમ બ્રાંચ પોલીસ.


રાજકોટ શહેર તા.૪/૧૦/૨૦૨૨ ના રોજ રાજકોટ શહેર ક્રાઇમ બ્રાન્ચના PI વાય.બી.જાડેજા અને જે.વી.ધોળાના માર્ગદર્શન હેઠળ PSI એમ.જે.હુણ ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે સાથેના હેડ કોન્સ્ટેબલ કિરતસિંહ ઝાલા અને કોન્સ્ટેબલ કુલદીપસિંહ રાણાને મળેલ ચોક્કસ બાતમીના આધારે ઢેબર રોડ પર આવેલ બસ સ્ટેન્ડ નજીકથી ચોરાઉ મોબાઈલ સાથે આમિર અકબર સુમરા ઉ.૧૯ રહે.વોરાકોટડા રોડ ગોંડલ ને પકડી તેની પાસેથી રૂ.૧૩ હજારનો મુદ્દામાલ કબ્જે કરી વધું મોબાઈલ ચોરીના ભેદ ઉકેલવા પૂછપરછ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે મોબાઈલ ચોર અમીર અગાઉ પણ મારામારીના અને જુગારના ગુનામાં પોલીસ ચોપડે ચડી ગયેલ છે.

રિપોર્ટર.દિલીપ પરમાર રાજકોટ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]