મેંદરડા પટેલ સમાજ ખાતે મા ખોડીયાર ની મહા આરતીનું આયોજન કરવામાં આવેલ આ મહા આરતી માં લેઉવા પટેલ સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી રહ્યા હતા - At This Time

મેંદરડા પટેલ સમાજ ખાતે મા ખોડીયાર ની મહા આરતીનું આયોજન કરવામાં આવેલ આ મહા આરતી માં લેઉવા પટેલ સમાજના લોકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી રહ્યા હતા


મેંદરડા પટેલ સમાજ ખાતે ગરબી મંડળ, ખોડલધામ સમિતિ દ્વારા મહા આરતી નું આયોજન કરવામાં આવેલ
આ સાથે અનેક આમંત્રિત મહેમાનો,મંડળ, સમાજના આગેવાનો નુ સન્માન કરવામાં આવેલ
મેંદરડા પટેલ સમાજ ખાતે છેલ્લા ૫ દાયકા થી પણ વધારે પટેલ યુવક મંડળ દ્વારા ગરબીનુ આયોજન કરવામાં આવે છે ત્યારે સમગ્ર લેઉવા પટેલ સમાજ ના કુળદેવી મા ખોડલ ની મહા આરતીનું આયોજન ભાઈઓ બહેનો બાળકો સહિતના બહોળી સંખ્યામાં લોકોની ઉપસ્થિત માં કરવામાં આવેલ હતુ
સાથે સાથે જુનાગઢના ડો. ભાવિન કાપડિયા હિન્દુ સમાજના ધર્મગુરુ ખાખી મઢી રામજી મંદિરના મહંત સુખરામદાસ બાપુ, પી.એસ.આઇ કે એમ મોરી,મેંદરડા તાલુકા ભાજપ પ્રમુખ વિજય પાનસુરીયા,પૂર્વ સરપંચ દિનેશભાઈ વેકરીયા,પત્રકાર કમલેશ મહેતા,ગૌતમ શેઠ, મનિષભાઇ રાખોલીયા,ખોડલધામ સમિતિ નાપ્રમુખ અને તમામ સભ્યો,સહીતનાઓ નું સ્વાગત કરી વિવિધ મોમેન્ટો આપી સન્માનિત કરવામાં આવેલ હતા,સ્ટેજ મેનેજમેન્ટ મોહિત કોટડીયાનુ પણ ખાસ સન્માન કરવામાં આવ્યું,યુદ્ધ એજ કલ્યાણ ગ્રુપના વિશાલ વેકરીયા,સમગ્ર ગરબી નું આયોજન કરતા વિજય પાનસુરીયા,ખોડલધામ સમિતિ સહિત હજારો લોકોની ઉપસ્થિતિમાં માંખોડલ ની મહા આરતી નુ આયોજ કરવામાં આવલ હતુ
રીપોર્ટીંગ-કમલેશ મહેતા મેંદરડા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon