સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ યાત્રાધામ ઘેલા સોમનાથ મહાદેવ ટ્રસ્ટના વહીવટમાં કોળી સમાજ ઉપરાંત અઢારેય આલમનો સમાવેશ કરો : પાંચાળ સર્વજ્ઞાતિ એકતા સમિતિ પ્રમુખ વિનોદભાઈ વાલાણી - At This Time

સૌરાષ્ટ્રનું સુપ્રસિદ્ધ યાત્રાધામ ઘેલા સોમનાથ મહાદેવ ટ્રસ્ટના વહીવટમાં કોળી સમાજ ઉપરાંત અઢારેય આલમનો સમાવેશ કરો : પાંચાળ સર્વજ્ઞાતિ એકતા સમિતિ પ્રમુખ વિનોદભાઈ વાલાણી


ભારતીય સંસ્કૃતિ વસુધૈવ કુટુંબકમને વરેલી છે ભારતભરના યાત્રાળુઓ દરેક જ્ઞાતીઓ ઘેલા સોમનાથ દાદાને શ્રધ્ધા અને આસ્થાથી શિષ નમાવી દર્શનાર્થે આવે છે તેવી પાંચાળ પ્રદેશની સંસ્કૃતિ અને અસ્મિતાની ઓળખ સમાન ઘેલા સોમનાથ મહાદેવ યાત્રાધામ ટ્રસ્ટમાં જસદણ વિંછીયા તાલુકાના દરેક સમાજના ધાર્મિક રુચિ ધરાવતા અગ્રણીઓ સાથે સંવાદ કરીને નિર્ણય લેવો જોઈએ જેનાથી દરેક સમાજમાં સામાજિક સમરસતા અને એકતા જળવાઇ રહે.ઘેલા સોમનાથ દાદાનુ ધામ વિશ્વભરમાં પ્રસિદ્ધ બને એ માટેના પ્રયત્નો કરવા જોઈએ.ઘેલા સોમનાથ દાદાનુ ધામ વિવાદોથી નહી પરંતુ યાત્રાળુઓને સુવિધા અને સગવડતા સાથે સુરક્ષા પ્રદાન થાય તેવું વહીવટી મંડળ બને તેવાં પ્રયત્નો સૌએ સાથે મળી કરવા જોઈએ ઘેલા સોમનાથ મહાદેવના નવા બનેલ ટ્રસ્ટ મંડળમાં શ્રેષ્ઠ અગ્રણીઓની નિમણુંક થયેલ છે જે આવકાર દાયક છે પરંતુ પાંચાળ પ્રદેશ અને ઘેલા સોમનાથ યાત્રાધામ આજુબાજુ સૌથી વધારે વસ્તી ધરાવતા કોળી સમાજના એકપણ અગ્રણીને કમિટીમાં સ્થાન મળેલ નથી. યાત્રાધામ કમીટીમાં સૌથી વધારે વસ્તી ધરાવતા અને ધાર્મિક રુચિ ધરાવતા કોળી સમાજના ચાર અગ્રણીઓનો સમાવેશ કરવા તેમજ જસદણ વિંછીયા તાલુકામાં સમાવિષ્ટ અઢારેય આલમના એક એક પ્રતિનિધિનો સમાવેશ કરવા પાંચાળ સર્વજ્ઞાતિ એકતા સમિતિ પ્રમુખ અને વિંછીયા તાલુકા સમસ્ત કોળી સમાજ પ્રમુખ વિનોદભાઈ વાલાણીએ રાજ્યના માનનીય મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને કલેકટરને પત્ર પાઠવી યોગ્ય કરવા વિનંતી છે
અશરફ મીરાસૈયદ ‌વિછીયા મો 9723562786


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.