મકાનમાંથી દારૂના જથ્થા સાથે ‘અલ્કા પરમાર’ ઝડપાઇ - At This Time

મકાનમાંથી દારૂના જથ્થા સાથે ‘અલ્કા પરમાર’ ઝડપાઇ


જલજીત સોસાયટીમાં રહેતી ‘અલ્કા પરમાર’ના મકાનમાં પોલીસે દરોડો પાડી વિદેશી દારૂની 54 બોટલ રૂા.27 હજારનો મુદામાલ કબ્જે કરી સપ્લાયરનું નામ જાણવા તજવીજ હાથ ધરી હતી. દારૂના દરોડાની વિગત અનુસાર માલવિયાનગર પોલીસ મથકના પીએસઆઇ એમ.એસ.મહેશ્વરી ટીમ સાથે પેટ્રોલીંગમાં હતા ત્યારે સાથેના કોન્સ્ટેબલ મહેશભાઇ ચાવડાને મળેલ ચોકકસ બાતમીના આધારે 1પ0 ફુટ રીંગ રોડ પર આવેલ જલજીત સોસાયટીમાં રહેતા અલ્કા જયરાજસિંહ પરમારના મકાનમાં દરોડો પાડી અંદર છુપાવેલ વિદેશી દારૂની પ4 બોટલ મળી આવતા આરોપીની ધરપકડ કરી રૂા.27 હજારનો મુદામાલ કબ્જે કર્યો હતો.વધુમાં આરોપીએ દારૂનો જથ્થો કયાંથી મંગાવેલ અને કયાં સપ્લાય કરવાનો હતો તે અંગે વિશેષ પુછપરછ હાથ ધરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.