શ્રી દધિચી સંકુલ ગડુમા વિશ્વ સિંહ દિવસ-૨૦૨૨ની ઉજવણી - At This Time

શ્રી દધિચી સંકુલ ગડુમા વિશ્વ સિંહ દિવસ-૨૦૨૨ની ઉજવણી


શ્રી દધિચી સંકુલ ગડુ (શેરબાગ) મુકામે સંકુલમાં અભ્યાસ કરતા કે.જી થી કોલેજ સુધીના વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો દ્વારા વિશ્વ સિંહ દિવસની ઉજવણીમા ભાગ લીધો હતો.કાર્યક્ર્મની શરૂવાર મા બાળકોએ સિંહ ના મહોરા પહેરીને રેલી નું આયોજન કરવામા આવ્યું હતું.બાદ વન અને વન્યજીવો પ્રત્યે માનવ જીવનનું વર્તન અને વન્યજીવોનું રક્ષણ અને સંરક્ષણ વિષય પર તલસ્પર્શી માહિતી સંકુલના શિક્ષકો દ્વારા આપવામા આવી હતી.સાથે સાથે સિંહનું સંરક્ષણ અને સંવર્ધન વધતા ગુજરાતમા સિંહની છેલ્લા થયેલી વસ્તી ગણતરી મુજબ સિંહની સંખ્યા ૬૭૪ છે.સિંહની વસ્તીમાં સતત વધારો થતાં હાલ ૮ જિલ્લાના ૫૩ તાલુકાઓમા સિંહ વસવાટ કરતા થયા છે જેવી માહિતી પણ વિદ્યાથીઓને આપવામા આવી હતી.સંકુલના કેમ્પસ ડાયરેક્ટર શ્રી ગોવિંદભાઈ ચારિયા દ્વારા ગુજરાતનું ગૌરવ સમા એશિયાઈ સિંહોના સંરક્ષણ માટે વિદ્યાથીઓને પ્રતિજ્ઞા લેવડાવી હતી. આ કાર્યક્રમમા ટ્રસ્ટના પ્રમુખશ્રી અરજણભાઈ ચારિયા,નિયામક શ્રી પરાગભાઈ ચારિયા,ફેકલ્ટીના હેડશ્રી,સંકુલના શિક્ષકો અને બહોળી સંખ્યામા વિદ્યાર્થીઓ જોડાયા હતા.

📷 કેમેરામેન ભાવિન ઠકરાર

રિપોર્ટર પ્રતાપ સીસોદીયા
માળીયા હાટીના
🪀મો.98255 18418
મો.75758 63292


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.