નીતીશ કુમારે આડકતરી રીતે નરેન્દ્ર મોદી પર કર્યા પ્રહાર, કહ્યું- શું 2014 વાળા 2024માં રહેશે? - At This Time

નીતીશ કુમારે આડકતરી રીતે નરેન્દ્ર મોદી પર કર્યા પ્રહાર, કહ્યું- શું 2014 વાળા 2024માં રહેશે?


- અમારી પાર્ટીના તમામ લોકો કહેતા રહ્યા કે ભાજપ છોડી દીવું જોઈએ, એટલા માટે અમે આ નિર્ણય લીધો છે: નીતીશ કુમારપટના, તા. 10 ઓગષ્ટ 2022, બુધવાર નીતીશ કુમારે 8મી વખત બિહારના CM તરીકે શપથ લેતાની સાથે જ ભાજપ પર આકરા પ્રહારો કર્યા છે. નીતીશ કુમારે PM નરેન્દ્ર મોદીનું નામ લીધા વગર પ્રહારો કર્યા અને કહ્યું કે 2014 વાળા 2024માં જ રહેશે? અમે રહીએ કે ન રહીએ, તેઓ 2024માં ત્યાં નહીં હોય. નીતીશ કુમારે ભાજપ સાથે ગઠબંધન તોડવાની વાત પણ ખુલ્લેઆમ કહી હતી. તેમણે કહ્યું હતું કે, છેલ્લા દોઢ મહિનાથી અમારી કોઈ વાતચીત નથી થઈ રહી અને જે થઈ રહ્યું હતું તે ખોટું હતું. નીતીશ કુમારે કહ્યું હતું કે, 2020ની ચૂંટણીમાં જેડીયુનું શું થયું. ભાજપ સાથે જવાથી અમને નુકસાન થયું છે.નીતીશ કુમારે કહ્યું હતું કે, અમારી પાર્ટીના તમામ લોકો કહેતા રહ્યા કે ભાજપ છોડી દીવું જોઈએ. એટલા માટે અમે આ નિર્ણય લીધો છે. PM પદની દાવેદારી અંગે તેમણે કહ્યું કે આ બધું છોડી દો. તેમણે કહ્યું હતું કે, કેટલાક લોકોને લાગે છે કે વિપક્ષ સમાપ્ત થઈ જશે. હવે આમે પણ વિપક્ષમાં આવ્યા છીએ. દેશભરમાં ફરી વિપક્ષને મજબૂત કરવાના સવાલ પર નીતિશ કુમારે કહ્યું હતું કે, અમે આગળ બધું કરીશું. અમે ઈચ્છીએ છીએ કે સમગ્ર વિપક્ષ એકસાથે આગળ વધે અને યોજના તૈયાર કરે. આ લોકોને 2014માં બહુમતી મળી હતી પરંતુ હવે 2024 આવી રહ્યું છે.- અટલજીને યાદ કરીને નીતિશે મોદી પર કટાક્ષ કર્યોબિહારમાં ફરી એકવાર CM બનેલા નીતીશે કહ્યું હતું કે, અમે તેમને સમર્થન આપ્યું હતું પરંતુ JDUને ખતમ કરવાના તેમના તરફથી પ્રયાસો કરવામાં આવ્યા હતા. તેથી અમે અમારી જૂની જગ્યાએ આવી ગયા છીએ. વાજપેયી અને મોદી વચ્ચેના તફાવત વિશે પૂછવામાં આવ્યું ત્યારે નીતિશ કુમારે કહ્યું હતું કે, તેઓ તો ખૂબ જ પ્રેમ કરતા હતા, અમે તેમને ભૂલી શકતા નથી અને તે સમયની વાત જ કંઈક અલગ છે. અટલજી અને તે સમયના લોકોનો જે પ્રેમ હતો તે ભૂલી શકાય તેમ નથી.તેમણે કહ્યું હતું કે, પીએમ નરેન્દ્ર મોદી પર તેમની પાસે કહેવા માટે કંઈ નથી. અમે એક માણસ આપ્યો હતો તે તેમનો બની ગયો હતો અને એમ કહીને તેમણે સીધો આરસીપી સિંહ પર નિશાન સાધ્યું હતું.- તેજસ્વીએ બિહાર માટે વિશેષ દરજ્જો માંગ્યો હતોતેજસ્વી યાદવે પણ શપથ બાદ કહ્યું હતું કે, અમે નીતીશ કુમારના નેતૃત્વમાં બિહારને આગળ લઈ જઈશું. અમે ટૂંક સમયમાં યુવાનો માટે રોજગાર પર કંઈક કરીશું. તેજસ્વી યાદવે ધરણા પર બેઠેલા ભાજપ વિશે કહ્યું કે તેમના વિશે શું કહીએ. તેમને બેસવા દો, બિહારને વિશેષ દરજ્જો આપવામાં આવ્યો નહોતો. તેમની પોતાની સરકાર છે દિલ્હીમાં જ ધરણાં છે અને બિહારને યોગ્ય અધિકારો આપે છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.