મેંદરડા ખાતે હર ઘર તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ જેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો સહિતના લોકો ઉપસ્થિત રહેલા હતા માણાવદર મેંદરડા ના ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા ની પ્રેરક ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી ભાજપ પરિવાર દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતુ - At This Time

મેંદરડા ખાતે હર ઘર તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવેલ જેમાં બહોળી સંખ્યામાં ગ્રામજનો સહિતના લોકો ઉપસ્થિત રહેલા હતા માણાવદર મેંદરડા ના ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા ની પ્રેરક ઉપસ્થિતિમાં ભારતીય જનતા પાર્ટી ભાજપ પરિવાર દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતુ


મેંદરડા ખાતે હરઘર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ જેમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેલ
મેંદરડા તાલુકા ભાજપ પરિવાર અને ધારાસભ્ય જવાહર ચાવડાની પ્રેરક ઉપસ્થિતિમાં સમગ્ર આયોજન કરવામાં આવેલ
આઝાદીના ૭૫ વર્ષપૂર્ણ થવાના અમૃત મહોત્સવની ભવ્ય ઉજવણીના ભાગરૂપે મેંદરડા પટેલ સમાજ ખાતે યોજવામા આવેલ તિરંગા યાત્રા,જેમાં સૌપ્રથમ ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા અને મેંદરડા તાલુકા યુવા ભાજપની ટીમ દ્વારા મેંદરડા જુનાગઢ બાયપાસ ચોકડીએ આવેલ શહીદ ભગતસિંહ ના સ્ટેચ્યુ ને ફુલહાર પહેરાવી નમન કરી ત્યાંથી શહેરના રાજમાર્ગો પર તિરંગા બાઇક રેલી યોજવામાં આવેલ હતી.આ ભવ્ય હરધર તિરંગા યાત્રામાં માણાવદર વંથલી મેંદરડાના ધારાસભ્ય જવાહરભાઇ ચાવડા તિરંગા બાઈક રેલી પટેલ સમાજ ખાતે આવી પહોંચી હતી ત્યારબાદ વિવિધ ધર્મગુરુ,ખોડલધામ સમિતિ, આરએસએસ,વિસ્વ હિન્દુ પરિષદ,બજરંગ દળ,યુદ્ધએ જ કલ્યાણ ગ્રુપ,મન મંદિર ગ્રુપ, હિન્દુ ધાર્મિક સમિતિ વગેરેની વિશેષ ઉપસ્થિતિમાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું જેમાં મેંદરડા તાલુકા અને શહેરના પ્રતિષ્ઠિત આગેવાનો દરેક સમાજના અગ્રણીઓ વેપારીઓ સામાજિક આગેવાનો રાજકીય આગેવાનો ડોક્ટરો વકીલો શિક્ષકો રાષ્ટ્રસેવકો વિદ્યાર્થીઓ અને બહોળી સંખ્યામાં ગ્રામજનોની ઉપસ્થિતિમાં તિરંગા યાત્રા યોજાઈ જેમાં સૌપ્રથમ પટેલ સમાજ ખાતેથી પ્રસ્થાન કરી ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના સ્ટેચ્યુને તાલુકા ભાજપ પરિવાર અને ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા દ્વારા બાબાસાહેબ આંબેડકર ને નમન કરી ફુલ હાલ પહેરાવી યાત્રા આગળ ધપાવી મેંદરડા શહેરના મુખ્ય રાજમાર્ગો પર ફરી નવા બસ સ્ટેશન પાસે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલના સ્ટેચ્યુ ને નમન કરી ફુલાર પહેરાવેલ ભારત માતાકી જય વંદે માતરમ જેવા અનેક વિવિધ સ્લોગન સાથે યાત્રા રિટર્ન શહેરના રાજમાર્ગો પર ફરી પટેલ સમાજ ખાતે પૂર્ણ કરવામાં આવેલ હતી જેમાં મેંદરડા તાલુકા ભાજપ પ્રમુખ વિજયભાઈ પાનસુરીયા, મહામંત્રી રજનીસ સોલંકી, ધારાસભ્યના PA ગોવિંદભાઈ ચાવડા,કિરણભાઈ ડાંગર, અરવિંદભાઈ હુંબલ,જિલ્લા મહામંત્રી હિરેનભાઈ સોલંકી,ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કાઉન્સિલર ભાવનાબેન અજમેરા આઇ.ટી સેલ કન્વીનર કમલેશભાઈ મહેતા,તાલુકા પ્રમુખ વિનુભાઈ રાજાણી,ખેડૂત આગેવાન નારણભાઈ અખેડ,પૂર્વ સરપંચ દિનેશભાઈ વેકરીયા,ખાખીમઢી રામજી મંદિર ના મહંત સુખરામદાસ બાપુ,સરપંચ જે.ડી ખાવડું,સામાજિક આગેવાન મહેશભાઈ અપારનાથી,અસ્વિનભાઈ મહેતા, મેંદરડા તાલુકા ઉપ-પ્રમુખ ભરતભાઈ ખુમાણ,જીલ્લા સદસ્ય જોલીત બુસા, દિલીપભાઈ સોંદરવા સહીત ખૂબ બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહેલ હતા અને ત્રિરંગા યાત્રાને સફળ બનાવેલ હતી
રીપોર્ટીંગ-કમલેશ મહેતા મેંદરડા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon