વિશ્વ આદિવાસી દિવસના ગરબાડા ખાતેના કાર્યક્રમમાં સહભાગી થતા રાજ્યમંત્રી અરવિંદભાઇ રૈયાણી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/yiwhogskdckolork/" left="-10"]

વિશ્વ આદિવાસી દિવસના ગરબાડા ખાતેના કાર્યક્રમમાં સહભાગી થતા રાજ્યમંત્રી અરવિંદભાઇ રૈયાણી


વિશ્વ આદિવાસી દિવસના ગરબાડા ખાતેના કાર્યક્રમમાં સહભાગી થતા રાજ્યમંત્રી અરવિંદભાઇ રૈયાણી
કાર્યક્રમમાં નાગરિકોને વિવિધ યોજનાકીય લાભોનું વિતરણ કરાયુ.
દાહોદ, તા. ૯ : આજે દાહોદનાં ઝાલોદ ખાતે વિશ્વ આદિવાસી દિવસની રાજ્યકક્ષાની ઉજવણી મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કરવામાં આવી હતી ત્યારે ગરબાડા ખાતેથી રાજ્યમંત્રી શ્રી અરવિંદભાઇ રૈયાણી વિશ્વ આદિવાસી દિવસની ઉજવણીમાં સહભાગી થયા હતા. અહીંથી મહાનુભાવોએ વિવિધ યોજનાકીય લાભોનું નાગરિકોને વિતરણ કર્યું હતું. તેમજ તેજસ્વી વિદ્યાર્થીઓનું મહાનુભાવોએ મંચ ઉપરથી બહુમાન કર્યું હતું.
રાજ્યમંત્રી રૈયાણીએ આ પ્રસંગે જણાવ્યું કે, આદિવાસી સમાજના સર્વાગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધતા સાથે કામગીરી કરી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં આદિવાસી સમાજના વિકાસ માટે અનેકવિધ યોજનાઓના અસરકારક અમલીકરણ થકી નોંધપાત્ર કામગીરી કરી રહી છે.
આદિવાસી વિસ્તારોમાં સરકારની અનેક યોજનાઓ સફળતાપૂર્વક અમલીકરણ કરાતા આ વિસ્તારોનો સારો વિકાસ થયો છે અને તેઓ મુખ્યપ્રવાહમાં જોડાયા છે. સરકારની આવાસ યોજના, આરોગ્ય સુવિધાલક્ષી યોજનાઓ, રોડ-રસ્તાઓથી લઇને પાયાની જરૂરીયાત માટે સરકારે પ્રતિબદ્ધતા સાથે જવાબદારી નિભાવી છે.
તેમણે કોરોનાના કપરા સમયે પ્રધાનમંત્રીશ્રીના નેતૃત્વમાં કરવામાં આવેલી કામગીરીનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, કોરોનામાં દેશના ૮૦ કરોડ લોકોને બે વર્ષ સુધી નિ: શુલ્ક અનાજ આપીને દ્રરિદ્રનારાયણની જઠરાગ્નિને ઠારવાનું પુણ્યકાર્ય સરકારે કર્યું છે. કોરોના રસીકરણની કામગીરી પણ વિશ્વભરમાં ઉદારણીય બની રહે તે રીતે કરવામાં આવી છે. કોરોનાના આ મુસીબતના સમયમાં સરકાર હંમેશા ગરીબોની પડખે ઉભી રહી હતી. પ્રધાનમંત્રી આગામી ૨૫ વર્ષના દેશના વિઝન લઇને આગળ વધી રહ્યાં છે ત્યારે આપણે સૌ આ વિઝનને સફળ બનાવવામાં સહભાગી થઇએ તેમ તેમણે ઉમેર્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય ચંદ્વિકાબેન બારીયાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.
આ પ્રસંગે મહાનુભાવોએ બિરસામુંડા ભગવાન અને આદિવાસી દેવીદેવતાઓના પૂજન સાથે કાર્યક્રમનો પ્રારંભ કર્યો હતો. તેમજ કાર્યક્રમમાં અહીંની આદિવાસી ટીમ દ્વારા આદિવાસી સાંસ્કુતિક નૃત્ય રજૂ કરાયું હતું. આદિજાતિ વિકાસની યોજના ઉપર દસ્તાવેજી ફિલ્મ પણ દર્શાવાય હતી.
મુખ્યમંત્રીના ઝાલોદ ખાતે યોજાયેલા કાર્યક્રમનું જીવંત પ્રસારણ ઉપસ્થિત નાગરિકોએ રસપૂર્વક નિહાળી હતી.
આ વેળાએ જિલ્લા પંચાયત બાંધકામ સમિતિ ચેરમેન રમીલાબેન બારીયા, કારોબારી સમિતિના ચેરમેન જિથરાભાઇ ડામોર, તાલુકા પંચાયત પ્રમુખ મનીષાબેન ગણાવા, તાલુકા પંચાયત ઉપપ્રમુખ જીવલીબેન, અગ્રણી પર્વતભાઇ ડામોર, ગરબાડા મામલતદાર અનિલ જાદવ સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]