સુરેન્દ્રનગર-વઢવાણમાં બે કલાકમાં પોણા પાંચ અને ધ્રાંગધ્રા તાલુકામાં ચાર ઈંચ વરસાદ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/received-five-and-a-half-inches-of-rain-in-two-hours-and-dhrangadhra-taluk-four-inches/" left="-10"]

સુરેન્દ્રનગર-વઢવાણમાં બે કલાકમાં પોણા પાંચ અને ધ્રાંગધ્રા તાલુકામાં ચાર ઈંચ વરસાદ


- જિલ્લામાં સાર્વત્રિક અડધાથી પાંચ ઈચ વરસાદ- સુરેન્દ્રનગર, વઢવાણ, રતનપર અને જોરાવરનગરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા વાહનો અટવાયાસુરેન્દ્રનગર : હવામાન ખાતાએ કરેલી આગાહી મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં શુક્રવારે વહેલી સવારથી આકાશ ગોરંભાયુ હતું અને જોતજોતામાં વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો હતો. મેઘરાજાએ સટાસટી બોલાવી હોય તેમ ઠેરઠેર ધોધમાર તો ક્યાંક  સાંબેલાધાર વરસાદ પડયો હતો. ઝાલાવાડમાં સાર્વત્રિક અડધાથી પાંચ ઈંચ વરસાદ સાંજના ચાર વાગ્યા સુધીમાં પડયો હતો. ધ્રાંગધ્રા અને વઢવાણ તાલુકામાં અનુક્રમે ૪ અને ૫ ઈંચ વરસાદ નોંધાયો છે. તેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઇ જતાં રાહદારીઓ અને વાહનચાલકો અટવાઇ ગયા હતાં. જિલ્લામાં શુક્રવારની સવારથી જ ભારે વરસાદ વરસવાનું શરૂ થઇ ગયુ હતું. ધ્રાંગધ્રા તાલુકામાં વહેલી સવારે બે કલાકમાં દોઢ ઈંચ વરસાદ પડયો હતો. ત્યાર બાદ ૧૦થી ૪ વાગ્યા સુધીમાં વધુ ત્રણ તાલુકામાં સાંજના ચાર વાગ્યા સુધીમાં કુલ ૪ ઈંચ (૧૦૩ મી.મી) વરસાદ નોંધાયો હતો. જ્યારે સુરેન્દ્રનગર શહેર અને વઢવાણ તાલુકામાં મેઘરાજાએ બપોરે ૧૨થી ૨ દરમિયાન સટાસટી બોલાવી હતી. બે કલાકમાં ૪ ઈંચથી વધુ વરસાદ ખાબકતા સુરેન્દ્રનગર-વઢવાણ, રતનપર, જોરાવરનગરના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.  સાંજના ૪ વાગ્યા સુધીમાં વઢવાણ તાલુકામાં પોણા પાંચ ઈંચ (૧૨૦ મી.મી) વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત ચુડા તાલુકામાં ૪૫ મી.મી, દસાડા તાલુકામાં ૨૯મી.મી, મુળી તાલુકામાં ૩૮ મી.મી, લીબંડી તાલુકામાં ૬૪ મી.મી અને સાયલા તાલુકામાં ૨૭મી.મી વરસાદ પડયો હતો. જ્યારે ચોટીલા, થાનગઢ અને લખતર તાલુકામાં હળવા ઝાપટા પડયા હતા. સાંજના ૪ વાગ્યા સુધીમાં ઝાલાવાડની ઘરા પર મેઘરાજા મહેરબાન થયા હોય તેમ હેત વરસાવ્યુ હતું. આ સાથે સિઝનનો કુલ વરસાદ ૫૪.૪૨ ટકા થયો હતો.ચુડા તાલુકાનાં બે ગામમાં વિજળી પડીચુડા તાલુકાના ગોખરવાડા ગામે ભરવાડ સમાજનાં મઢ સરૈયા માતાજીના મંદિર ઉપર આકાશી વિજળી ત્રાટકતા ઘુમ્મટને નુકશાન થયુ હતું. જો કે, જાનહાનીના કોઈ સમાચાર નથી. જ્યારે ચુડા તાલુકાના ભૃગુપુર ગામે રાજુભાઈ નાગજીભાઈના ખેતરમાં વિજળી પડતા ખેતરમાં કામ કરતા આરતીબેન રાજુભાઈ (ઉવ.૧૮), ગીતાબેન રાજુભાઈ (ઉ.વ ૩૮) અને નીરૂબેન રાજુભાઈ (ઉવ.૪૯)ને ઈજા થતા લીંબડી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતાં.ધ્રાંગધ્રાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાધ્રાંગધ્રાથી પ્રાપ્ત વિગતો અનુસાર ધ્રાંગધ્રામાં સવારથી જ ભારે વરસાદ રહેતા શહેરની બજારોમાં પાણી ભરાયા હતા. શકિત મંદિર ચોક, રાજકમલ ચોક, શાક માર્કેટ સહિતના વિસ્તારોમાં પાણી ભરાતા વેપારીઓ-રાહદારીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો. નિચાણવાળા રહેણાંક વિસ્તારો અને ખેતરોમાં પણ પાણી ભરાયા હતા. ધ્રાંગધ્રા શહેરમાં અનેક જગ્યાએ પાણી ભરાતા ભુગર્ભ ગટરનો ખર્ચ એળે જતા પ્રિમોન્સુન કામગીરી સામે રોષ જોવા મળ્યો હતો. હવામાન ખાતાની આગાહી મુજબ ઝાલાવાડમાં લાંબા વિરામ બાદ ભારે વરસાદ થયો છે. અને હજુ પણ વરસાદ પડવાની આગાહી છે.સાંજના ૪ વાગ્યા સુધીમાં નોંધાયેલો વરસાદચોટીલા-૦૭ મી.મી મુળી ૩૮ મી.મીચુડા- ૪૫ મી.મી લખતર-૦૪ મી.મીથાનગઢ-૦૭ મી.મી લીંબડી-૬૪ મી.મીદસાડા-૨૯ મી.મી વઢવાણ-૧૨૦ મી.મીધ્રાંગધ્રા-૧૦૩ મી.મી સાયલા-૨૭ મી.મી


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]