સીએમએની પરીક્ષાનું સુરત ચેપ્ટરનું 91 ટકા પરિણામ - At This Time

સીએમએની પરીક્ષાનું સુરત ચેપ્ટરનું 91 ટકા પરિણામ


- સુરત ચેપ્ટરમાં ટોપી થ્રીમાં કપિશ માનસિંખા, રોશન પેરીવાલા અને વૈશાલી શાહઃ 66 પૈકી 60 વિદ્યાર્થી ઉર્તીણસુરત સી.એમ.એ (ધી ઇન્સ્ટીટ્યુટ ઓફ કોસ્ટ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા) દ્વારા ગત જુન મહિનામાં લેવામાં આવેલી ફાઉન્ડેશનની પરીક્ષામાં સુરત ચેપ્ટરના 91 ટકા વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે. ઉદ્યોગ-ધંધાથી ધમધમતા રાજયના આર્થિક પાટનગર સુરતમાં સી.એ બાદ હવે સી.એમ.એ કરવાનો ક્રેઝ ધીમે-ધીમે વધી રહ્યો છે. જૂન 2022 માં લેવામાં આવેલી ફાઉન્ડેશનની પરીક્ષા અંગે માહિતી આપતા સી.એમ.એ સુરત બ્રાંચના નેન્ટી શાહે જણાવ્યું હતું કે સુરત ચેપ્ટરમાં કુલ 66 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. જે પૈકી 60 વિદ્યાર્થીઓ પાસ ઉર્તીણ થતા પરિણામ 91 ટકા નોંધાયું છે. ફાઉન્ડેશનની પરીક્ષામાં કપિશ માનસિંખાએ 400 માંથી 362 માર્કસ, રોશન પેરીવાલએ 358 માર્કસ, અને વૈશાલી શાહે 354 માર્કસ સાથે સુરત ચેપ્ટરમાં ટોપ-થ્રીમાં સ્થાન મેળવ્યું હતું. ઉલ્લેખનીય છે કે લાન્સર આર્મી સ્કૂલમાં ગુજરાત માધ્યમમાં ધો. 12 સુધીનો અભ્યાસ કર્યો હતો અને હાલમાં ધો. 11 અને 12 ના વિદ્યાર્થીઓને ભણાવે છે. માતાના નિર્દેશન હેઠળ સી.એમ.એના અભ્યાસક્રમમાં રસ હોવાથી કપિશે પોતાની ઇચ્છા મુજબની સફળતા મેળવી છે. જયારે ત્રીજો ક્રમ મેળવનાર વૈશાલી શાહ ઉધના વિસ્તારની બચકાનીવાલા સ્કૂલમાં ધોરણ-12 સુધીનો અભ્યાસ કર્યા બાદ સી.એમ.એની ડિગ્રી મેળવવા બી.કોમની સાથે અભ્યાસ કરી પોતાનું સ્વપ્ન પૂરૂ કર્યુ હતું.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon