જૂનાગઢ પોલીસે જૂનાગઢ ખાતેથી મળી આવેલ છોકરાને તેના પરિવારજનો સાથે મિલન કરાવ્યું - At This Time

જૂનાગઢ પોલીસે જૂનાગઢ ખાતેથી મળી આવેલ છોકરાને તેના પરિવારજનો સાથે મિલન કરાવ્યું


જૂનાગઢ શહેરમાં બસ સ્ટેન્ડ ખાતે રિક્ષા ચલાવતા રિક્ષા ચાલક રવીન્દ્ર જન્મશંકર પંડ્યાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના કાળવા ચોકીના પીએસઆઇ કે.કે.મારું, એ.એસ.આઈ. વી. ડી. ગઢવી, પો.કો. ચંદ્રેશભાઇ, ચિરાગભાઈ, રઘુવીરભાઈ, પાસે એક 15 વર્ષની ઉંમરના છોકરા સાથે આવી, જણાવેલ કે, આ છોકરો બસ સ્ટેન્ડ પાસે મળી આવેલ છે અને દીવ જવાની શંકાસ્પદ વાત કરેલ અને તેની માનસિક હાલત પણ બરાબર ના લાગતા, બી ડિવિઝન પોલોસ સ્ટેશન લાવવાની વાત કરેલ હતી.
જુનાગઢ રેન્જ ના ડીઆઈજી શ્રી મનિંદર પ્રતાપ સિંઘ પવાર તથા જુનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટીદ્વારા જૂનાગઢ જિલ્લામાં પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વય જળવાય તેમજ પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને સાર્થક કરવા માટે, અવાર-નવાર જૂનાગઢ જિલ્લાના તમામ પોલીસ અમલદારોને લોક ઉપયોગી કાર્યો કરવા માટે સૂચનાઓ કરવામાં આવેલ છે. *જૂનાગઢ જિલ્લા પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા લોક ઉપયોગી કાર્યો કરી, પોલીસ અને પ્રજા વચ્ચે સમન્વયનો સેતુ જળવાઈ અને પ્રજા પોલીસની નજીક આવે ઉપરાંત, પોલીસ પ્રત્યે પ્રજામાં વિશ્વાસનું વાતાવરણ ઊભું થાય, તેવા પ્રયત્નો કરવામાં આવે* તેવો ઉદ્દેશ ધરાવે છે

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા ના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ કે.કે.મારું, એ.એસ.આઈ. વી. ડી. ગઢવી, પો.કો. ચંદ્રેશભાઇ, ચિરાગભાઈ, રઘુવીરભાઈ, સહિતની પોલીસની ટીમ દ્વારા મળી આવેલ છોકરાને તેનું નામ પૂછતાં, પ્રથમ તો કાંઈ જાણતો નહીં હોવાનું જણાવેલ. બાદમાં પોલીસ ટીમ દ્વારા વિશ્વાસમાં લઈ, પૂછપરછ કરવામાં આવતા, પોતે જામનગર શહેરમાં ગોકુલનગર, શ્યામનગરનો રહેવાસી હોવાનું અને પોતાનું નામ હિમેશ વસંતભાઈ ધોડિયા હોવાનું અને ધોરણ 07 મા અભ્યાસ કરતો હોવાનું જણાવેલ. તેના પિતાના મોબાઈલ નંબર આધારે જામનગર પોલીસની મદદ લઈને તેના પિતા વસંતભાઈ માવજીભાઈ ધોડિયા સાથે સંપર્ક કરવામાં આવતા, પોતે સુતારી કામ કરે છે અને પોતાનો છોકરો સવારથી ગુમ હોઈ, પોતે પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવા આવેલ હોવાની વિગતો જણાવેલ હતી. મળી આવેલ છોકરા હિમેશને વધુ વિશ્વાસમાં લઈને પૂછપરછ કરતા, પોતાને અભ્યાસ કરાવનું ગમતું ના હોઈ, ફરવાનો શોખ હોવાની પણ વાત કરતા, પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પોલીસ દ્વારા મળી આવેલ છોકરાને જમાડી, છોકરો સ્વસ્થ થયો હતો. તેના પિતા વસંતભાઈ માવજીભાઈ ધોડિયા તથા પરિવારજનો જામનગરથી નીકળી તાબડતોબ જૂનાગઢ આવેલ અને જૂનાગઢ પોલીસને મળી આવેલ છોકરાનું તેના પરિવાર સાથે મિલન કરાવેલ હતું. ગુમ થયેલ છોકરો મળતા, પરિવારજનો છોકરાને ભેટીને ભાવ વિભોર થયા હતા. પરિવારજનો દ્વારા જૂનાગઢ પોલીસ તથા રિક્ષાચાલક રવીન્દ્રભાઈ નો આભારમાનેલ હતો. જૂનાગઢના રવીન્દ્રભાઈ રીક્ષા વાળા દ્વારા *પોતાને છોકરાની વર્તુણુંક શંકાસ્પદ લાગતા પોલીસ સમક્ષ લાવતા, જૂનાગઢ પોલીસ દ્વારા રિક્ષા ચાલક રવિન્દ્રભાઈ ની સમય સુચકતા તથા સેવાકીય ભાવના દાખવવા બદલ છોકરાના પરિવારજનો તથા મિત્રોની હાજરીમાં ખાસ સન્માન કરવામાં આવેલ હતું

જૂનાગઢ જિલ્લાના પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા આપવામાં આવેલ સુચના અન્વયે જૂનાગઢ પોલીસ દ્વારા જૂનાગઢ ખાતેથી મળી આવેલ છોકરાને સામેથી તેના પરિવારજનોને સોંપી, પરિવાર સાથે મિલન કરાવી, પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્રને સાર્થક કરી, આના કારણે પોલીસ અને પ્રજા એકબીજાની નજીક આવે તેવા પ્રયત્નો કરવાની જૂનાગઢ પોલીસની સેવાકીય કામગીરીની જુનાગઢ વિસ્તારમાં ઠેરઠેર પ્રશંસા થઈ રહી છે

રિપોર્ટ હરેશમહેતા વિસાવદર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.