સાયલા તાલુકાના ધજાળા ગામે e-fir માર્ગદર્શન અંગે કાર્યક્રમ યોજાયો - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/sxkv9smxgcba9jlk/" left="-10"]

સાયલા તાલુકાના ધજાળા ગામે e-fir માર્ગદર્શન અંગે કાર્યક્રમ યોજાયો


વાહન ચોરી અને મોબાઈલ ચોરી ની ફરિયાદ કરવા હવે પોલીસ મથક સુધી નહીં જવું પડે. ફરિયાદી પોતાના મોબાઈલ ઉપર થીજ સીધી ફરિયાદ કરી શકશે.અને પોલીસ ત્વરિત કાર્યવાહી પણ કરશે.રાજ્ય સરકાર ના ગૃહ વિભાગ દ્વારા E.FIR ની શરૂઆત કરાઈ છે.જે અંગે નો એક જન જાગૃતિ કાર્યક્રમ ધજાળા ખાતે ઉતરબુનિયાદી વિદ્યાલય લોકશાળા માં યોજાયો હતો.દીપ પ્રાગટય થી કાર્યક્રમની શરૂઆત કરી ધજાળા પોલીસ સ્ટેશનના પી એસ આઈ ઝેડ.એલ.ઓડેદરા દ્વારા આ કાર્યક્રમ માં E.FIR અંગે ઉપસ્થિત લોકો માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.મોટી સંખ્યા માં ઉપસ્થિત લોકો ને શોર્ટ ફિલ્મો બતાવી ઇ.FIR ની સરળ ઉપયોગીતા અંગે માહિત ગાર કરાયા હતા.આ કાર્યક્રમ માં પીએસઆઇ ઝેડ એલ. ઓડેદરાએ સંબોધન થકી વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું તથા સાયલા તાલુકા સદસ્ય નાગરભાઈ જીડીયા.લોકશાળાના ટ્રસ્ટી કરશન ભાઈ રાઠોડ .લોકશાળા ધજાળા આચાર્ય સંજયભાઈ મકવાણા.રાવતભાઈ બડમલિયા. તેમજ ઝાલાવાડ ની વાત ગુજરાતી સમાચાર પત્રના તંત્રી કિરીટભાઈ ખવડ દ્વારા સાયલા તાલુકાના આંતરિયાળ ગામોમાં ધજાળા પીએસઆઇ ઝેડ એલ.ઓડેદરા ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે ત્યારે સાલ ઓઢાડી સન્માનિત કર્યા તેમજ ધજાળા લોકશાળાના આચાર્ય સંજયભાઈ મકવાણાને સાલ ઓઢાડી સન્માનિત કરવમાં આવ્યા હતા ધજાળા આજુબાજુ ગામોના આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.આ કાર્યક્રમ ના સફળ આયોજન માટે ધજાળા પોલીસ સ્ટેશનના સ્ટાફ તેમજ લોકશાળાના શિક્ષક સ્ટાફે ખાસ પ્રોત્સાહન આપ્યું હતું.વંદે ગુજરાત કાર્યક્રમમાં યોજાયેલ સંગીત સ્પર્ધામાં નંબર મેળવેલ 3 વિધાર્થીઓને ઉપસ્થિત મહેમાનોએ પુરસ્કૃત ઇનામ વિતરણ કરી કાર્યક્રમ પૂર્ણ કર્યો હતો.

રિપોર્ટર - રણજીતભાઈ ખાચર
સાયલા, જી, સુરેન્દ્રનગર
મોં.9998898958


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]