ઉપલેટામાં વોર્ડ-૭ માં આવેલ ૮૦૦ વારના સાર્વજનિક પ્લોટમાં સુંદર ગાર્ડન બનાવવા માટેની મહેનત શરૂ
સુંદર બગીચો બનાવવા પૂર્વ પ્રમુખના સહકારથી વૃક્ષારોપણ શરૂ કરી શાલ ઓઢાડી કરાયું સન્માન
(આશિષ લાલકીયા દ્વારા)
ઉપલેટા તા. ૦૨ ઓગસ્ટ ૨૦૨૨, ઉપલેટા શહેરના વોર્ડ-7 માં આવેલ સ્વામીનારાયણ સોસાયટીની ડગલી વાડી વિસ્તારમાં રહેતા લોકોએ તેમના વિસ્તારમાં આવેલ તેમના વિસ્તારમાં આવેલ ૮૦૦ વારનો પ્લોટ કે જે સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે ૧૯૮૧ થી બિનખેતી થયેલ છે અને આ સાર્વજનિક પ્લોટ ઉપયોગમાં લઈ શકાય તે પ્રકારનો સાર્વજનિક પ્લોટ છે તે બાબતે માલુમ પડતા આસપાસના રહીશોએ આ સુંદર સાર્વજનિક પ્લોટની જગ્યાનો સદુપયોગ કરી શકાય તેવા હેતુસર આ પ્લોટની જાળવણી શરૂ કરી છે.
ડગલી વાળી વિસ્તારમાં આવેલા આ ૮૦૦ વારના પ્લોટમાં સ્થાનિક યુવાનોએ મહામહેનતે પ્લોટની અંદર સંપૂર્ણ સ્વચ્છતા કરી અને આ પ્લોટની અંદર રહેલ ગંદકીઓ મહામહેનતે દૂર કરી અને આ પ્લોટને સ્વચ્છ બનાવ્યો છે. આ પ્લોટને સ્વચ્છ બનાવ્યા બાદ સાર્વજનિક પ્લોટને સુંદર બગીચા અને લોકો ઉપયોગ કરી શકે તેમજ બાળકો અને વૃદ્ધો માટે એક સુંદર બગીચાનું નિર્માણ કરી શકાય તેવા હેતુસર આ સાર્વજનિક પ્લોટમાં ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડિયા અને સ્થાનિકોના આર્થીક સાથ સહકારથી વૃક્ષારોપણ શરૂ કરી અને બગીચાનું નિર્માણ શરૂ કર્યું છે.
ઉપલેટા શહેરમાં આવેલા આ ૮૦૦ વારના પ્લોટની અંદર સ્થાનિક રહીશો અને ઉપલેટા નગરપાલિકાના સ્થાનિક સુધરા સભ્ય તેમજ પૂર્વ પ્રમુખના આર્થિક સાથ અને સહકારથી આ પ્લોટનો સુંદર ઉપયોગ કરવા માટેના હેતુસર કામગીરી શરૂ કરવામાં આવી હતી ત્યારે આ તકે ઉપલેટા નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડીયાએ ઉપસ્થિત રહી અને આ પ્લોટમાં વૃક્ષારોપણ તેમજ અન્ય ગતિવિધિઓ શરૂ કરાવી છે ત્યારે સ્થાનિકોએ પણ તેમનું આ કાર્યથી સાલ ઓઢાડી સન્માન કર્યું છે.
ઉપલેટા શહેરના આ પ્લોટની અંદર આસપાસના સ્થાનિકોએ માંગ કરી છે કે આ પ્લોટની અંદર સુંદર બગીચાનું નિર્માણ થાય ત્યારે ઉપલેટા નગરપાલિકા પાસે માંગ કરવામાં આવી છે કે આ બગીચાની અંદર લોકો તેમજ બાળકોને મનોરંજન તેમજ યુવાનોને કાયમી શારીરિક કસરત કરી શકાય અને વૃદ્ધો પોતાનો સમય પસાર કરી શકે તે પ્રકારના સંસાધનો સહિતની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવે તે પ્રકારની સ્થાનિકોએ માંગ કરી છે.
તસ્વીર/અહેવાલ:- આશિષ લાલકીયા, ઉપલેટા (રાજકોટ)
મો. ૯૦૧૬૨૦૧૧૨૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.