Investment / તમને સેવિંગ બેંક એકાઉન્ટ પર 7 ટકા સુધી જોઈએ રિટર્ન? આ સ્મોલ ફાઈનેન્સ બેંકમાં કરો રોકાણ
છેલ્લા કેટલાક વર્ષોમાં માર્કેટમાં જોખમ (Market Risk) નો સમયગાળો રહ્યો છે. તેના પછીથી લોકો માર્કેટ રિસ્કને લગતા ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ટાળી રહ્યા છે. જો તમે પણ શેર બજારમાં (Share Market) રોકાણ કરવાને બદલે બેંકમાં રૂપિયા રોકવા માંગતા હોવ તો કેટલીક નાની ફાઇનાન્સ બેંકો તેમના સેવિંગ એકાઉન્ટ (Small Finance Banks Saving Account) પર વધુ સારું રિટર્ન આપી રહી છે. સામાન્ય રીતે મોટાભાગની જાહેર ક્ષેત્રની બેંકો સેવિંગ એકાઉન્ટ (Saving Account) પર 3 થી 4 ટકા વ્યાજ દર ઓફર કરે છે. જ્યારે કેટલીક સ્મોલ ફાઇનાન્સ બેંકો તેમના ગ્રાહકોને તેમના સેવિંગ એકાઉન્ટ પર 7 ટકા સુધીનું રિટર્ન આપી રહી છે. આ સ્મોલ ફાઇનાન્સ બેંકો ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક, એયુ બેંક અને ઉજ્જિવન સ્મોલ ફાઇનાન્સ બેંક છે. તો ચાલો તમને આ ત્રણ બેંકો દ્વારા બચત ખાતા પર ઉપલબ્ધ વ્યાજ દર વિશે જણાવીએ-
ઈક્વિટાસ સ્મોલ ફાઈનેન્સ બેંક (Equitas Small Finance Bank)
ઇક્વિટાસ સ્મોલ ફાઇનાન્સ બેંક તેના ગ્રાહકોને તેના બચત ખાતા પર 7 ટકા સુધી વ્યાજ દર ઓફર કરે છે. તમને 1 લાખ રૂપિયાની ડિપોઝિટ પર 3.50 ટકા વ્યાજ દર ઓફર કરવામાં આવી રહ્યો છે. જ્યારે 1 થી 5 લાખ રૂપિયાની થાપણો પર 6.00 ટકા વ્યાજ દર ઓફર કરવામાં આવે છે. બીજી તરફ તમને 5 લાખથી 2 કરોડ રૂપિયાની થાપણો પર 7.00 ટકા વ્યાજ મળશે. જ્યારે 2 કરોડથી વધુની થાપણો પર 5.50 ટકા વ્યાજ દર ઓફર કરવામાં આવે છે.
એયુ બેંક (AU Small Finance Bank)
એયુ સ્મોલ ફાઇનાન્સ બેંક તેના ગ્રાહકોને સેવિંગ બેંક એકાઉન્ટ પર 7 ટકા સુધીના વ્યાજ દર ઓફર કરે છે. 1 લાખથી ઓછી ડિપોઝીટ પર 3.50 ટકા વ્યાજ આપવામાં આવે છે. 1 થી 10 લાખ રૂપિયાની થાપણો પર 5.00 ટકા, 10 લાખથી 25 લાખ રૂપિયાની થાપણો પર 6.00 ટકા અને 25 લાખથી 1 કરોડ રૂપિયાની ડિપોઝિટ પર 7.00 ટકાના દરે વ્યાજ દર ઓફર કરવામાં આવે છે.
ઉજ્જીવન સ્મોલ ફાઇનેન્સ બેંક (Ujjivan Small Finance Bank)
ઉજ્જીવન સ્મોલ ફાઇનાન્સ બેંક સેવિંગ એકાઉન્ટ પર 7 ટકા સુધીનો વ્યાજ દર ઓફર કરે છે. 1 લાખ રૂપિયાની ડિપોઝિટ પર તમને 3.50 ટકા વ્યાજ મળે છે. જ્યારે 1 થી 5 લાખ રૂપિયાની ડિપોઝિટ પર 6 ટકા વ્યાજ મળે છે. જ્યારે 5 લાખથી 1 કરોડની થાપણો પર 7 ટકા, 1 કરોડથી 10 કરોડની થાપણો પર 6 ટકા અને 10 કરોડથી વધુની ડિપોઝિટ પર 6.75 ટકા વ્યાજ દર ઓફર કરવામાં આવે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.