બાયડના દખણેશ્વરમાં વીજપોલ બન્યો આધેડના મોતનું કારણઃ!! જવાબદાર કોણ? - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/8d0g6poiilujdbfe/" left="-10"]

બાયડના દખણેશ્વરમાં વીજપોલ બન્યો આધેડના મોતનું કારણઃ!! જવાબદાર કોણ?


અરવલ્લી જિલ્લામાં ક્યાંક ને ક્યાંક વીજતંત્રના અધિકારીઓ અને વીજ થોભલા ઉભા કરનારા ઇજારદારોની મિલીભગતના કારણે આમ નાગરિકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે ઘણી જગ્યાએ વારંવારની ફરિયાદો છતાં ક્ષતિગ્રસ્ત વીજ પોલ બદલવામાં આવતા નથી.

. આવી જ એક ઘટના બાયડ તાલુકાના દખણેશ્વર ગામે ઘટવા પામી છે વરસાદી માહોલમાં ક્ષતિગ્રસ્ત વિજ થાંભલો વીજ તંત્રની બેદરકારીના કારણેના બદલાતાં એક આધેડનું વીજપોલ પડવાથી મોત નીપજ્યું છે.

વધુ પ્રાપ્ત વિગતો મુજબ દખણેશ્વર ગામના રહીશ નરસિંહભાઈ જામાભાઈ પરમાર રસ્તેથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક વીજપોલ તુટી નરસિંહભાઈ ઉપર પડતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા આધેડનું પ્રાણપંખેરૂ ઉડી ગયું હતું.

વિજતંત્રની બેદરકારીના કારણે ક્ષતિગ્રસ્ત વિજ થાંભલો બદલવામાં ના આવતાં એક આધેડને જીવ ગુમાવવાનો વારો આવ્યો છે મરનારના પરિવારે નરસિંહભાઈનું ઓચિંતુ મોત થતા આક્રંદ કરી મૂક્યો હતો ઘટનાની જાણ બાયડ પોલીસને કરવામાં આવતા બાયડ પોલીસે લાશનો કબજો મેળવી પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]