રાજુલા નજીક રામપરા-2 ગામના પુલ પર દોડતા સિંહનો વિડીઓ વાયરલ થતા કાર્યવાહી. ત્રણ શખ્સ ની અટકાયત. - At This Time

રાજુલા નજીક રામપરા-2 ગામના પુલ પર દોડતા સિંહનો વિડીઓ વાયરલ થતા કાર્યવાહી. ત્રણ શખ્સ ની અટકાયત.


રામપરા-2 ગામના પુલ પર દોડતા સિંહનો વિડીઓ વાયરલ થતા કાર્યવાહી
અમરેલી જિલ્લામાં ગેરકાયદે લાયન શોની ઘટનાઓનું સતત વધતું પ્રમાણ
વન વિભાગ દ્વારા ગુનો નોંધીને આરોપીઓના રિમાન્ડની માગણી કરાશે
અમરેલી જિલ્લામાં રાજુલા નજીક આવેલા રામપરા - 2 ગામે નદીના પુલ ઉપર સિંહને દોડાવીને પજવણી કરી વિડીઓ ઊતારીને વાયરલ કર્યો હતો.
વન વિભાગ દ્વારા ગુનો નોંધીને ત્રણ શખસોની ધરપકડ કરવામાં આવી છે. અમરેલી જિલ્લામાં ધારી ગીર ઉપરાંત અમરેલી, લીલીયા, રાજુલા સહિતના રેવન્યુ વિસ્તારમાં પણ એશિયાટિક સિંહોનો વસવાટ છે. અહીં સિંહદર્શન માટે ગુજરાત જ નહીં પણ બહારના રાજ્યોમાંથી પણ લોકો આવે છે. છેલ્લા કેટલાક વર્ષોથી ગેરકાયદેસર રીતે લાયન શો એટલે કે સિંહદર્શન અને બાદમાં સિંહોની પજવણી કરીને વિડીઓ ઊતારી સોશ્યલ મીડિયામાં વાયરલ કરવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે.

આ વચ્ચે આવી જ વધુ એક ઘટના બહાર આવી છે જેમાં રાજુલા તાલુકાના રામાપરા - 2 ગામે નદીના પુલ ઉપરથી સિંહ પસાર થતો હતો ત્યારે અમુક શખસો દ્વારા તેની પજવણી કરીને તેને દોડાવવામાં આવ્યો અને પુલ ઉપર દોડી રહેલા સિંહનો વિડીઓ સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો. આ સમગ્ર ઘટનામાં વન વિભાગ દ્વારા દુલા સાર્દુલ વાઘ, સાવજ દડું વાઘ, નકાભાઈ સાર્દુલ વાઘ નામના રામાપરા - 2 ગામે રહેતા શખસો સામે વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 કલમ મુજબ કાર્યવાહી કરી

વન વિભાગ દ્વારા કલમ 2(16), 2(33), 2(36), 9, 50, 51(અ), 52, તથા 57 મુજબ ત્રણ શખ્સો સામે ગુનો નોંધવામાં આવ્યો છે. સિંહ પજવણીખોરોને આજે વન વિભાગ રાજુલા કોટમાં રજૂ કરાશે અને રિમાન્ડની તજવીજ હાથ ધરાશે. સિંહ પજવણી સામે વનવિભાગની કડક કાર્યવાહીથી સિંહપ્રેમીઓમાં સંતોષની લાગણી જોવા મળી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.