શૈક્ષણિક સંકુલ માંડાવડ ખાતે સાયન્સના વિધાર્થીઓને જી-નીટ અંગે માગૅદશૅન આપ્યુ
*શૈક્ષણિક સંકુલ માંડાવડ ખાતે સાયન્સના વિધાર્થીઓને જી-નીટ અંગે માગૅદશૅન આપ્યુ*
આજરોજ શિક્ષણ વિદ્ ભાવેશ અંટાળાએ ટાઈમ મેનેજમેન્ટ અને ગોલ અચિવમેન્ટ વિશે ખૂબ જ સારી રીતે સમજાવ્યુ હતું.તેમજ ધો.૧૨ સાયન્સ પછી કયાં ક્ષેત્રમાં કારકિર્દીનું ઘડતર કરવું અને ધો. ૧૨ સાયન્સ પછી રાષ્ટ્રીય લેવલ પરની કોલેજોમાં પ્રવેશ મેળવવા માટે કઈ-કઇ પરીક્ષાઓમાં કેટલા ગુણાંક પ્રાપ્ત કરવા તે અંગે વિધાર્થીઓને માહિતગાર કરેલા હતા.છેલ્લા વીસ વષૅથી સાયન્સ ક્ષેત્રમાં શિક્ષણ આપતા ભાવેશ અંટાળાએ પોતાની મોટીવેશન સ્પીચમાં પણ વિધાર્થીઓને અભ્યાસમાં સખત મહેનત કરી અને શાળા તથા માતાપિતાનું નામ રોશન કરવાની પ્રેરણા આપી હતી.કેમ્પસ ડાયરેકટર સુરેશ ફૂલમાળીયા તથા પ્રિન્સીપાલ પ્રફૂલ વાડોદરીયાએ આભાર માન્યો હતો.સાથે સાથે મેનજીંગ ટ્રસ્ટીશ્રી જે. કે. ઠેસિયાસરે ખુશી વ્યકત કરી હતી
રિપોર્ટ હરેશ મહેતા વિસાવદર
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.