સાવધાન / ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતા સમયે ભૂલથી પણ ન કરો આ ભૂલ, આ મુદ્દાઓનો રાખો ખાસ ધ્યાન - At This Time

સાવધાન / ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતા સમયે ભૂલથી પણ ન કરો આ ભૂલ, આ મુદ્દાઓનો રાખો ખાસ ધ્યાન


જુલાઈ એ ઈન્કમ ટેક્સ રિટર્ન ફાઈલ (ITR File)કરવાનો મહિનો હોય છે. આવી સ્થિતિમાં મોટાભાગના નોકરી કરનાર લોકો પોતાની પૂરી તૈયારી સાથે ઇનકમ ટેક્સ ફાઈલ કરવામાં લાગી ગયા છે. તેવામાં તમારા દ્વારા કરેલી કોઈપણ પ્રકારની ભૂલ તમને મોટું નુકસાન કરાવી શકે છે. શું તમે ઇનકમ ટેક્સ ફાઈલ કરતા સમયે ક્રોસ ચેક કરો છો કે તમારાથી કોઈ ભૂલ તો નથી થઈ ને? ઘણીવાર લોકો યોગ્ય ફોર્મ પસંદ કરવામાં ભૂલ કરે છે. અહીં જાણો ITR ફાઈલ કરતાં પહેલા તમારે કઈ વાતનું ધ્યાન રાખવું જોઈએ.

ઇનકમ ટેક્સ ફાઇલ (ITR File) કરતી વખતે થઇ જાય છે આ મોટી ભૂલો

ખોટું ITR ફોર્મ ભરવું

બેંક એકાઉન્ટની તમામ વિગતો નહીં આપવી 

નોશનલ આવક છુપાવવી

અન્ય સોર્સમાંથી થતી ઇનકમ છપાવવી

બાળકોની કમાણીની જાણ ન કરવી

કોન્ટેક્ટ ડિટેઇલ અપડેટ ના કરવી

બેંક ખાતાની વિગતો અપડેટ ન કરવી

TANની સાચી વિગત ના આપવી

એડવાન્સ ટેક્સની જાહેરાત ન કરવી

કેપિટલ ગેઈનનો ઉલ્લેખ ન કરવો

નજીક આવી ગઈ છે છેલ્લી તારીખ

ઇનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાની તારીખ નજીક આવી રહી છે. તમારે નાણાકીય વર્ષ 2021-22 માટે 31 જુલાઈ સુધીમાં રિટર્ન (ITR) ફાઈલ કરવું ખૂબ જ જરૂરી છે. ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ એસએમએસ, ઈમેલ અને સોશિયલ મીડિયા દ્વારા ટેક્સ પેયર્સને આ સંબંધમાં રિમાઇન્ડર મોકલી રહ્યું છે.

સમયસર ઇનકમ ટેક્સ રિટર્ન કરો ફાઈલ 

એક્સપર્ટનું કહેવું છે કે છેલ્લી ઘડીએ ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ ના કરવું જોઈએ. ઉતાવળમાં રિટર્ન ફાઈલ કરવાથી ભૂલ થવાની શક્યતા વધી જાય છે. બીજું ઇનકેટ ટેક્સ પોર્ટલ પર અચાનક ભાર વધી જવાને કારણે સર્વર ડાઉન થઈ જાય છે. ત્રીજું જો તમે ડેડલાઇન પહેલા રિટર્ન ફાઇલ કરવાની પ્રક્રિયા શરૂ કરો છો, તો તમારી પાસે એવા દસ્તાવેજો ભેગી કરવાનો સમય હોતો નથી, જે તમારી પાસે હોતા નથી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.