સાયલા તાલુકાનાં ઢેઢુકી ગામનાં ખેડૂતોની જમીનમાંથી પસાર થતી વિજ લાઈનનું વળતર ચૂકવવા કલેકટરને રજુઆત - At This Time

સાયલા તાલુકાનાં ઢેઢુકી ગામનાં ખેડૂતોની જમીનમાંથી પસાર થતી વિજ લાઈનનું વળતર ચૂકવવા કલેકટરને રજુઆત


ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડાને સાથે રાખી કરી રજુઆત

વીજકંપનીની દાદાગીરી અટકાવી ખેડૂતોને પૂરતું વળતર ચૂકવવું તેમજ રહેણાક મકાન થી નિયમ મુજબ લાઈનનું અંતર રાખવા બાબતે આજે સુરેન્દ્રનગર જીલ્લા કલેકટર કચેરી ખાતે ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડા અને સાયલા તાલુકાનાં ઢેઢુકી ગામનાં ખેડૂતો આવેલ હતાં તેઓએ જણાવ્યું હતુ કે હાલ સુરેન્દ્રનગર જિલ્લા માં અનેક જગ્યાએ વીજકંપની ની દાદાગીરી સામે આવી રહી રહી છે. અનેક ખેડૂતોની ફરિયાદ છે કે કોન્ટ્રાકટરો ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર અને યોગ્ય વળતરની રકમ નક્કી કર્યા વગર પોલીસને સાથે રાખી જમીનનો કબ્જો લઈ રહ્યા છે તો આ ખૂબ જ ગંભીર અને નિંદનીય બાબત કહી શકાય.હાલ જેટકો કંપનીની
સાપર સબસ્ટેશનથી પચ્છમ સબસ્ટેશન જતી લાઈન જે હાલ સાયલા તાલુકા ઢેઢુકી ગામે 400 kv વિજલાઈન પસાર થઈ રહી છે જ્યાં ખેડૂતો ને વળતરની રકમ નક્કી કર્યા વગર પોલીસ સાથે રાખી ખેતરો ના કબ્જા લેવામાં આવી રહ્યા છે. જે પોલીસને આપ સાહેબે અધિકારીઓના પ્રોટેક્શન માટે રહેવાનો હુકમ કર્યો છે. એ જ પોલીસને આગળ કરી વીજકંપની દ્વારા ખેડૂતને ડરાવવામાં આવે એ કેટલું વ્યાજબી? ગુજરાતમાં 2011 પછી જંત્રી રિવાઇજ થઈ નથી ત્યારે વીજલાઇનના કિસ્સામાં વળતર નક્કી કરવા માટે કચ્છ, અરવલ્લી, મોરબી જેવા અનેક જિલ્લાઓમાં જ્યાં જંત્રી 15 થી 35 રૂપિયા છે ત્યાં વીજલાઇન પસાર કરતા સમયે ખેડૂતો ને 1000 રૂપિયાથી પણ વધારે જંત્રી નક્કી કરી વળતર ચૂકવવાના અનેક હુકમો થયા છે જે હુકમ અનુસાર સાયલા તાલુકાના ખેડૂતોને પણ વળતર મળવું જોઈએ. ગુજરાત રાજ્યના જુદા જુદા જિલ્લામાં નિયમો અલગ કેવી રીતે હોઈ શકે? ખેડૂતોના મકાન,છેડ અને ટ્યુંવેલ બોર કોરિડોરની 46 મીટરની મર્યાદામાં આવે છે તેમ છતાં એનું પણ વળતર ચૂકવવાની કોન્ટ્રાક્ટરો દ્વારા ના કહેવામાં આવે છે. ઈલેક્ટ્રિસિટી એક્ટ 2003 ના કાયદાનું ઉલ્લંઘન કરી ખેડૂતને વિશ્વાસમાં લીધા વગર બળજબરી પૂર્વક કામ કરવામાં આવી રહ્યું છે.આપ સાહેબને વિનંતી છે કે જ્યાં સુધી વળતર ની યોગ્ય રકમ નક્કી ન થાય ત્યાં સુધી કામ ચાલુ કરવામાં ના આવે તેમજ પોલીસ અને વીજકંપની સાથે મળી ખેડૂતોને હેરાન ન કરે એ સૂચના આપવમાં આવે નહિ તો આગામી દિવસોમાં જે જમીન સાથે "માં"નો સબંધ બંધાયેલો છે એ જમીન બચાવવા લોકશાહી ઢબે આંદોલન કરીશું.ભારત સરકારે ઇલેક્ટ્રીક પાવરના વહન માટે કાયદો બનાવ્યો છે આ કાયદાની મર્યાદામાં કામ કરવું વીજ કંપનીની જવાબદારી બને છે સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી (મેજર રિલેટિંગ ટુ સેફ્ટી એન્ડ ઇલેક્ટ્રીક સપ્લાય) રેગ્યુલેશન 2010 ઉપર આપનું ધ્યાન દોરું છું આ રેગ્યુલેશનથી વીજ લાઈનના અને રહેણાંક મકાનના વચ્ચે અંતર જાળવવાની કાયદેસરની જોગવાઈ થયેલી છે આ જોગવાઈની વિરુદ્ધ કોઈએ ઈલેક્ટ્રીક લાઈન પસાર કરી શકાય નહીં આથી આ લાઈન પણ પસાર કરવા પાત્ર નથી આ પ્રકારે લાઈન પસાર કરવી IPC ધારા મુજબ ગુનાહિત કૃતિઓ છે અને મોતનું કારણ બની શકે છે જે ઇરાદાપૂર્વક કાયદાનો ભંગ છે.
આ રજૂઆત સમયે કલેકટર ખુદ કંપનીઓની તરફેણમાં હોય તેવી વર્તણૂંક સાથે ખેડૂત આગેવાન ખેડૂતો અને પત્રકાર મિત્રો સાથે અશોભનીય વર્તન કરતાં અને રજૂઆત ન સાંભળી એટલે ખેડૂતોમાં આક્રોશ ફેલાયો હતો ત્યારબાદ કલેકટર દ્વારા હકારાત્મક અભિગમ અપનાવ્યો હતો આ રજૂઆતમાં ખેડૂત આગેવાન રાજુભાઈ કરપડા ઢેઢુકીનાં સરપંચ મંગળુભાઈ ,જેઠાભાઈ, ગોવિંદ ભાઈ, સોમાભાઈ, રઘુભાઈ, પ્રતાપભાઈ સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા અને અર્ધ નગ્ન થઇ દેખાવો કર્યા હતા.

એટ ધીસ ટાઈમ ન્યૂઝ
ઉમેશભાઈ બાવળિયા સુરેન્દ્રનગર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.