ધંધુકા શહેર અને પંથકમાં મુસ્લિમ બિરાદરો એ ઈદ -ઉલ -અજાની ઉત્સાહભેર ઉજવણી કરી. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/7tjoolevdndwzukx/" left="-10"]

ધંધુકા શહેર અને પંથકમાં મુસ્લિમ બિરાદરો એ ઈદ -ઉલ -અજાની ઉત્સાહભેર ઉજવણી કરી.


ધંધુકા શહેર અને પંથકમાં મુસ્લિમ બિરાદરો એ ઈદ-ઉલ-અજાની ઉત્સાહભેર ઉજવણી કરી.
ખાસ નમાજ અદાકરી પરસ્પર ગળે મળી ઈદની મુબારક બાદી પાઠવી, કબ્રસ્તાનમાં મુર્હૂમની કબર પર ફૂલ ચડાવી દુઆઓ માગી.
ધંધુકા શહેર અને પંથકમાં મુસ્લિમ બિરાદરોએ ઈદ- ઉલ- અજાની તહેવારની આસ્થા અને ઉત્સાહભેર ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.
ધંધુકા શહેર અને પંથકના બાજરડા, પડાણા, રોજકા, અને ગુંજાર સહિતના ગામોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા હઝરત પયગમ્બરં ની યાદમાં આ ઈદ-ઉલ-અજાહા યાને બકરી ઈદ નો તહેવાર મનાવવામાં આવ્યો હતો ધંધુકા શહેર અને પંથકમાં આવેલી દરગાહ મસ્જિદોમાં મુસ્લિમ બિરાદરો દ્વારા પરંપરાગત રીતે ઈદની ખાસ નમાઝ અદા કરી હતી અને ત્યારબાદ તમામ બિરાદરો એકબીજાને ગળે મળી ઈદની મુબારકબાદી પાઠવી હતી તેમજ ખીરખુમાં સહિતની મીઠાઈઓ સગા સંબંધીને ત્યાં મોકલાવી હતી ત્યારબાદ તેઓએ સ્થાનિક કબ્રસ્તાનમાં
જઈને મુર્હૂમની કબરો ઉપર ફૂલ ચડાવી મુર્હૂમના હકમાં ખાસ દુવાઓ કરી હતી.
આજના દિવસે પવિત્ર મક્કા શરીફમાં હજયાત્રીઓની હજ કબુલ થાય છે તેથી પણ આજના દિવસનું સમાજમાં અનન્ય મહત્વ રહેલું છે દર વર્ષે અમદાવાદ જિલ્લાના ધંધુકા સહિત વિશ્વ પર માંથી વિશાળ સંખ્યામાં મુસ્લિમ બિરાદરો સાઉદી અરેબિયામાં આવેલા પવિત્ર મક્કા શરીફ તેમજ મદીના શરીફમાં હજયાત્રા એ જતા હોય છે જ્યાં હજ આજના દિવસે પૂર્ણ થતી હોય છે.

રીપોર્ટર : સી કે બારડ

મો : 7600780700


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]