રાજ્યકક્ષાના મંત્રીશ્રી આર.સી.મકવાણા બરવાળા તાલુકાના જુના નાવડા ગામથી બોટાદ જિલ્લાની ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ ના રથને પ્રસ્થાન કરાવશે
બોટાદ જિલ્લામાં ખાતમુહૂર્ત/ લોકાર્પણ સહિતના અંદાજે રૂ.૧૬૫૩.૦૯ કરોડથી વધુ રકમના ૬૯૧ વિકાસકાર્યોની નાગરિકોને ભેટ મળશે
બોટાદ જિલ્લામાં તા.૫ થી ૧૯ જુલાઇ દરમિયાન ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ નો રથ ગામડે ગામડે પરિભ્રમણ કરશે
બોટાદ તા.૩ :- આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી અંતર્ગત છેલ્લા બે દાયકામાં થયેલા વિકાસના કામોને જન જન સુધી પહોંચાડવા માટે "વંદે ગુજરાત વિકાસ યાત્રા" નો રથ તા. ૫ થી ૧૯ જુલાઇ દરમિયાન ગામે ગામ પરિભ્રમણ કરશે. જેને અનુલક્ષીને બોટાદ જિલ્લામાં ગુજરાતના સામાજિક ન્યાય અને અધિકારીતા-વિભાગ સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ વિભાગના રાજ્યકક્ષાના મંત્રીશ્રી આર.સી.મકવાણા,ધંધુકાના ધારાસભ્યશ્રી રાજેશભાઇ ગોહિલ, જિલ્લા પંચાયતના સદસ્ય શ્રીમતી હંસાબેન બી. મેર અને બરવાળા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી સજનબેન સરવૈયા તા.૫ મી જુલાઇ, ૨૦૨૨ ને મંગળવારના રોજ બપોરે ૪:૩૦ કલાકે બરવાળાના જુના નાવડા ગામની પ્રાથમિક શાળા ખાતેથી "વંદે ગુજરાત વિકાસ યાત્રા” ના રથને પ્રસ્થાન કરાવશે.
તા. ૫ થી ૧૯ જુલાઇ દરમિયાન બોટાદ જિલ્લાના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોને આવરી લઇ ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ યોજાશે. બોટાદ તાલુકામાં રૂ.૨૬૮.૯૭ લાખના ૧૧૧ કામોના ખાતમુહર્ત અને રૂ.૩૨૭.૩૪ લાખના ખર્ચના પૂર્ણ થયેલા ૧૨૩ કામોનું લોકાર્પણ કરાશે તેવી જ રીતે ગઢડા તાલુકામાં રૂ.૨૨૧.૩૧ લાખના ૧૦૬ કામોના ખાતમુહર્ત અને રૂ.૩૫૧.૦૫ લાખના પૂર્ણ થયેલા ૧૫૯ કામોનું લોકાર્પણ કરાશે, બરવાળા તાલુકામાં રૂ.૮૦.૨૮ લાખના ૨૯ કામોના ખાતમુહર્ત અને રૂ.૧૦૩.૨૪ લાખના પૂર્ણ થયેલા ૩૮ કામોનું લોકાર્પણ કરાશે અને રાણપુર તાલુકામાં રૂ.૧૬૮.૨૪ લાખના ૬૯ કામોના ખાતમુહર્ત અને રૂ.૧૩૨.૬૬ લાખના પૂર્ણ થયેલા ૫૬ કામોનું લોકાર્પણ કરાશે.
આમ,બોટાદ જિલ્લા પંચાયતની ૨૦ સીટ પર ૧૮૨ ગામોમાં અને જિલ્લાની ૦૩ નગરપાલીકાઓમાં ખાતમુર્હર્તના-૩૧૫ અને લોકાર્પણના-૩૭૬ સહિત કુલ-૬૯૧ કામો અંદાજે રૂ.૧૬૫૩.૦૯ કરોડથી વધુ રકમના વિકાસકાર્યોની નાગરિકોને ભેટ મળશે. આ યાત્રા દરમિયાન જિલ્લામાં ૧૫૦.૫૨ લાખના ખર્ચે નવા ૫૨ કામોની જાહેરાત પણ કરાશે.
રિપોર્ટર:ચિંતન વાગડીયા બરવાળા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.