ડુગરવાડા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો. - At This Time

ડુગરવાડા ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો.


અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ડુગરવાડા ગામે મામલતદાર કચેરી મોડાસા દ્વારા સેવા સેતુ કાર્યક્રમ યોજવામાં આવ્યો. ડુગરવાડા ગ્રામ પંચાયતનમાં સમાવિષ્ઠ ગામ નો આ આઠમો સેતુ કાર્યક્રમ હતો. ગામમાં આવેલ પ્રાથમિક શાળામાં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. સેવાસેતું કાર્યક્રમમાં સરકારશ્રી ની વિવિધ સેવાઓ જેવી કે આવક ના દાખલા, નોન ક્રીમિલિયર સર્ટી, રાશનકાર્ડ,આધારકાર્ડ, આરોગ્ય વિષયક તમામ સેવાઓ, તાલુકા પંચાયત વિભાગ, મામલતદાર કચેરીના વિવિઘ કામો આ કાર્યક્રમમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા. આ આઠમા સેવા સેતુ નો લાભ બહોળી સંખ્યામાં લોકો એ લીધો હતો.આ કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લાના કલેકટર શ્રી નરેન્દ્રુમાર મીણા મોડાસા મામલતદાર શ્રી ડુઘરવાડા ગ્રામ પંચાયત ના સરપંચ શ્રી, ઉપસ્થિત રહી તમામ કાર્ય નું નિરિક્ષણ કર્યું હતું.

જીતેન્દ્ર ભાટીયા, 9429180079.
મોડાસા, અરવલ્લી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.