ગઢડા પોલીસ સ્ટેશન ખાતે રથયાત્રાના પર્વ ને લઇ શાંતિ સમિતિની બેઠક યોજાઇ - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/vmcn9lqk24h1d6c6/" left="-10"]

ગઢડા પોલીસ સ્ટેશન ખાતે રથયાત્રાના પર્વ ને લઇ શાંતિ સમિતિની બેઠક યોજાઇ


બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં પોલીસ સ્ટેશન ખાતે આજે ગઢડા શહેર ના સામાજિક અગ્રણીઓ રાજકીય અગ્રણીઓ તેમજ વિવિધ સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં આજે શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આગામી ૧લી જુલાઈ ના રોજ અષાઢી બીજ ને લઇ રથયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાં નીકળવાની હોય તે અન્વયે શાંતિપૂર્ણ માહોલ મા યોજાઇ માટે ગઢડા પોલીસ સ્ટેશન ખાતે આજે શાંતિ સમિતિની બેઠક યોજવામાં આવી હતી.આ બેઠકમાં રથયાત્રા સમિતિના સભ્યો તેમજ મુસ્લીમ સમાજના અગ્રણીઓ અને વિવિધ સમાજના આગેવાનો કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી અને આજે વિવિધ મુદ્દા વિશે ચર્ચા કરવામાં આવી હતી અને શાંતિની અપીલ પણ કરવામાં આવી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]