આધિયા ગામે બે ઇસમો નશાની હાલતમાં જોવા મળતા ભાડલા પોલીસે અટક કરી - At This Time

આધિયા ગામે બે ઇસમો નશાની હાલતમાં જોવા મળતા ભાડલા પોલીસે અટક કરી


આધિયા ગામે બે ઇસમો નશાની હાલતમાં જોવા મળતા ભાડલા પોલીસે અટક કરી

ભાડલા પોલીસ સ્ટાફ જુગાર ડ્રાઇવ અંગે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ફરતા - ફરતા આધિયા ગામના તળાવમાં આવતા બે ઇસમો શંકાસ્પ દ હાલતમાં ઉભેલ હોય જેથી તેની પુછપરછ બંને ઇસમો કેફી પીણુ પીધેલ હાલતમા હતા અને મોઢામાથી ખાટી અને તીવ્ર વાસ આવતી હતી જેથી રૂબરૂ મજકુર ઇસમ નં . ( ૧ ) નું નામ ઠામ પુછતા પોતે પોતાનુ નામ સનીભાઇ મુનાભાઇ સોલંકી ઉ.વ .૨૩ ધંધો મજુરી રહે.ભાડલા તા . જસદણ જિ.રાજકોટ વાળો હોવાનુ થોથરાતી જીભે જણાવેલ . બાદ ઇસમ નં . ( ૨ ) નું નામ ઠામ પુછતા પોતે પો તાનુ નામ જીતેશભાઇ ધીરૂભાઇ સોવાસીયા ઉ.વ .૨૪ ધંધો મજુરી રહે.મુળ ગામ દહીંસરા તા.જસદણ હાલ રહે.જસદણ , મણીનગર તા.જસદણ જિ.રાજકોટ વાળો હોવાનુ થોથરાતી જીભે જણાવેલ. બંને ઇસમોને આવુ કેફી પ્રવાહી પીવા અંગે કોઈ પાસ પરમીટ કે આધાર હોય તો રજુ કરવાનુ કહેતા બંને ઇસમો પોતાની પાસે નહી હોવાનુ જણાવતા ઇસમોને પ્રોહી.એક્ટ કલમ ૬૬- ( ૧ ) ( બી ) મુજબનો ગુન્હો કરતા ભાડલા પોલીસે અટકાયત કરેલ.

Report Harshad Chauhan


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.