મેઘાણીનગરના યુવકને પોલીસે દેશી બનાવટના તમંચા સાથે ઝડપી પાડયો - At This Time

મેઘાણીનગરના યુવકને પોલીસે દેશી બનાવટના તમંચા સાથે ઝડપી પાડયો


અમદાવાદમાં રથયાત્રાના આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે શહેર પોલીસ દ્વારા અમદાવાદના તમામ વિસ્તારોમાં નાઇટ પેટ્રોલીંગ વધારીને સઘન ચંકિગ હાથ ધરવામાં આવી રહ્યું છે જેને લઇને ગઇકાલે એસ.ઓ.જી ક્રાઇમેે મેઘાણીનગરના યુવકને દેશી તમંચા સાથે ઝડપી પાડયો હતો.
તમંચો કયા કારણસર અને કયાંથી લાવ્યો તે અંગે એસઓજી પોલીસે સઘન તપાસ આરંભી
આ કેસની વિગત એવી છે કે એસ.ઓ.જી. ક્રાઇમના એસીપી બી.સી.સોલંકીના જણાવ્યા મુજબ શહેર પાલીસ સહિતની સ્થાનિક પોલીસ રથયાત્રાના પર્વને લઇને શહેરમાં માથા ભારે શખ્સો ઉપર ચાંપતી નજર રાખી રહી છે જેને લઇને ગઇકાલે રાતે ચોક્કસ બાતમી આધારે પોલીસે મેઘાણીનગરમાં રામેશ્વર ચાર રસ્તા પાસે કુંભાજીની ચાલી સામે નવદુર્ગાની ચાલીમાં રહેતા ભરત મફતલાલ સોલંકી (ઉ.વ.૩૦)ની ધરપકડ કરીને તેની પાસેથી રૃપિયા ૫,૦૦૦ ની કિંમતનો એક દેશી બનાવટનો તમંચો કબજે કર્યો હતો. પોલીસે આરોપી આ તમંચો ક્યાંથી અને કયા કારણોસર લાવ્યો હતો તે સહિતની તપાસ હાથ ધરી છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.