પૂજય શ્રી વિસામણબાપુ ની જગ્યા પાળિયાદ (વિહળધામ) ના મહંત પૂજનિય નિર્મળાબાનો જન્મ દિવસ - At This Time

પૂજય શ્રી વિસામણબાપુ ની જગ્યા પાળિયાદ (વિહળધામ) ના મહંત પૂજનિય નિર્મળાબાનો જન્મ દિવસ


પૂજય શ્રી વિસામણબાપુ ની જગ્યા પાળિયાદ (વિહળધામ) ના મહંત પૂજનિય નિર્મળાબાનો જન્મ દિવસ

ગાયોને લાપસી ખવડાવીને સાદગીપૂર્ણ ઉજવણી થશે

પાળિયાદની પીરાઈ પ. પૂ. વિસામણબાપુથી આરંભાઇ છે. એ પરંપરાના છટ્ઠા ગાદીપતિ શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબાનો આજે ૨૪ જુલાઈએ જન્મ દિવસ છે. જગ્યાના ચોથા ગાદીપતિ ધર્મ માર્તંડ મહારાજ શ્રી શ્રી ઉનડબાપુના પુત્ર મહા પ્રતાપી ધર્મ ધૂરંધર શ્રી શ્રી અમરાબાપુ સમાધિસ્થ થયા પછી જગ્યાના સીધી લીટીના વારસદાર તરીકે પૂજ્ય નિર્મળાબાએ જગ્યાનું સુકાન સંભાળ્યું. ઉલ્લેખનીય છે કે ૨૬ જાન્યુઆરી ૨૦૧૯ના રોજ પ્રયાગરાજના કુંભમાં નિર્મોહી અખાડા દ્વારા પૂજ્ય મોરારી બાપુના આશિર્વાદ સાથે પૂજ્ય બા ને શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વરની પદવીથી વિભૂષિત કરવામાં આવ્યા.
યોગાનુયોગ એવો સર્જાયો કે જગ્યાના આદ્ય સ્થાપક પ. પૂ શ્રી વિસામણબાપુએ કરેલી આર્ષ વાણી સાચી પડી રહી છે. બાપુને પુત્ર સંતાન ન હોવાથી એમના બહેન પૂજ્ય નાથીબાઇમાના પુત્ર એટલે કે જગ્યાના ભાણેજ પૂજ્ય શ્રી લક્ષ્મણબાપુ ગાદી વારસ બન્યા. એ વખતે બાપુએ ભવિષ્ય ભાખેલું કે સાતમી પેઢીએ આ ઘટનાનું પૂનરાવર્તન થશે. નિર્મળાબાએ ધર્મની ધૂરા સંભાળી. અને જગ્યાના ભાણેજ બાળ ઠાકર પૃથ્વીરાજ બાપુ ગાદીના સાતમી પેઢીના વારસ બનશે.
મહા પુરુષો આગમવાણી ભાખી શકે છે એનું આ ઉજળું પ્રમાણ છે.
૨૪-૭-૧૯૬૧ ના રોજ જન્મેલા નિર્મળાબા આજે બાંસઠ વર્ષની જીવન યાત્રા પછી ત્રેસઠમાં વર્ષમાં પ્રવેશ કરે છે, ત્યારે જગ્યાના લાખો આશ્રિતોએ પૂજ્ય બાના દીર્ઘાયુ માટે પ્રાર્થના કરી છે.બા ના જન્મ દિવસ નિમિત્તે ગૌશાળાની સાતસો ગાયોને લાપસી અપાશે અને હરિ નામ સંકીર્તન થશે. એ સિવાય કોઇ વિશેષ ઉપક્રમ યોજવામાં આવ્યો નથી.
પૂજ્ય બાના સમયગાળામાં પૂજ્ય ભઇલુબાપુના સુચારુ સંચાલન નીચે જગ્યાનો વિકાસ થઇ રહ્યો છે એનો જગ્યાના ભક્તોને આનંદ છે.

riport,Nikunj chauhan7575863232


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.