બાલાસિનોર. “e – fir” એપ્લીકેશન માધ્યમનો શુભારંભ - At This Time

બાલાસિનોર. “e – fir” એપ્લીકેશન માધ્યમનો શુભારંભ


મહિસાગર જીલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં e- Fir એપ્લીકેશન જનજાગૃતિ અંગે કાર્યક્રમ યોજાશે

આધુનિક ટેક્નોલોજીની મદદથી વાહનચોરી અને મોબાઇલ ચોરીની ફરીયાદ નોંધાવવી સરળ બની છે.ભારત સરકારના ગૃહમંત્રીશ્રી અમિતભાઇ શાહ વરદ હસ્તે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત નવનિર્મિત રાજ્ય વ્યાપી Rolloute- Fir systemનો શુભારંભ કરવામાં આવેલ છે. ત્યારે ગુજરાત રાજ્યએ ઈ-એફ.આઈ.આરની અનોખી પહેલ શરુ કરી છે.આ એપથી હવે વાહન/મોબાઇલ ચોરીની ફરિયાદ માટે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી.ગુજરાત પોલીસની સિટીઝન પોર્ટલ અથવા સિટીઝન ફર્સ્ટ મોબાઇલ એપથી ગમે ત્યાંથી ઓનલાઇન ફરિયાદ નોંધાવી શકાય છે. ફરિયાદની કોપી પણ એપ પરથી મેળવી શકાય છે. 48 કલાકમાં પોલીસ ફરિયાદીનો સંપર્ક કરી બનાવની જગ્યાની મુલાકાત લેશે.નાગરીકોને ફરિયાદની તપાસની પ્રગતિ બાબતે SMS થી જાણ થશે. સાથે વીમા કંપનીને પણ જાણ થશે જેથી વીમો મેળવવામાં સરળતા રહેશે. 21 દિવસમાં તપાસ પૂર્ણ કરી કોર્ટમાં રિપોર્ટ મોકલવામાં આવશે. ગુજરાત સરકાર દ્વારા આ પહેલ કરવામાં આવતા મહિસાગર જીલ્લામાં પોલીસ વિભાગ દ્વારા આ એપ્લિકેશન કાર્યરત કરવામાં આવી છે. આ e- Fir એપ્લીકેશન જનજાગૃતિ અંગે મહિસાગર જીલ્લાના તમામ નાગરીકો માહિતગાર થાય અને તેઓને જરુરિયાત સમયે ઉપયોગી થાય તે હેતુસર મહિસાગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી દ્વારા જીલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં અલગ અલગ કોલેજ, શાળાઓ સહિત વિવિધ સ્થળો પર કાર્યકમ આયોજન કરવામાં આવનાર છે અને આ કાર્યક્રમમાં ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી અને જીલ્લા પોલીસ અધિક્ષકશ્રીની વિશેષ ઉપસ્થિતિ રહેશે તેમજ કાર્યક્રમ દ્વારા આ e – Fir એપ્લીકેશનને સીટીઝન ફસ્ટ એપ ગુગલ પ્લે સ્ટોર / એપ સ્ટોર પરથી ડાઉનલોડ કરી વાહન ચોરી અને મોબાઇલ ચોરી અંગે ફરીયાદ કેવી રીતે કરી શકાય તેમજ અધતન તકનીકી સેવાઓનો ઘરે બેઠા લાભ લઇ શકે માર્ગદર્શન આપનાર છે. તેમ એક અખબારી યાદીમાં લુણાવાડા વિભાગ નાયબ પોલીસ અધિક્ષકશ્રીએ જણાવ્યું છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
WhatsApp Icon