ગઢડાના લીંબાળી ગામની દક્ષિણે આવેલી સ.નં.૧૫૫ પૈકીની જમીનની ૧૦૦ મીટર ત્રિજ્યામાં 13 જાન્યુઆરી સુધી પ્રવેશબંધી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/9sheefqieocipxqh/" left="-10"]

ગઢડાના લીંબાળી ગામની દક્ષિણે આવેલી સ.નં.૧૫૫ પૈકીની જમીનની ૧૦૦ મીટર ત્રિજ્યામાં 13 જાન્યુઆરી સુધી પ્રવેશબંધી


બોટાદ જિલ્લા મેજીસ્ટ્રેટ બી.એ.શાહે તેમને મળેલી સત્તાની રૂએ એક જાહેરનામા દ્વારા ફરમાવ્યું છે કે, બોટાદ જિલ્લાના ગઢડા પોલીસ સ્ટેશન વિસ્તારના લીંબાળી ગામની દક્ષિણે આવેલી સ.નં.૧૫૫ પૈકીની બોટાદ જિલ્લા પોલીસનું ફાયરીંગ બટ્ટ આવેલું છે, તે સ્થળ તથા તેની પેરી ફેરીથી આજુબાજુના ૧૦૦ મીટર સુધીના વિસ્તારમાં તા.૨૫/૧૨/૨૦૨૨ થી તા.૧૩/૦૧/૨૦૨૩ના દિવસો દરમ્યાન કોઇ વ્યકિતએ જવું નહીં. તેમજ માલ-ઢોરોને સદરહું વિસ્તારમાં ચરાવવા કે લઇ જવા નહીં.
જાહેરનામાનો અમલ તથા તેના ભંગ બદલ પગલા લેવા માટે ફરજ પરનાં હેડ કોન્સ્ટેબલ તથા તેનાથી ઉપરના અધિકારીને અધિકાર રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર આ અધિનિયમની કલમ-૧૩૧ મુજબ સજાને પાત્ર થશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]