એન્જિનિયરિંગ મશીનરીના સાધનોની ચોરી કરનાર ઇસમોને ચોરીના મુદ્દામાલ તથા વાહન સહિત કુલ કિં. રૂ. ૧,૪૦,૦૦૦ના મુદ્દામાલ સાથે લાઠી બાયપાસ રોડ પરથી પકડી પાડતી અમરેલી એલ.સી.બી - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/9ktgps59wuixu87j/" left="-10"]

એન્જિનિયરિંગ મશીનરીના સાધનોની ચોરી કરનાર ઇસમોને ચોરીના મુદ્દામાલ તથા વાહન સહિત કુલ કિં. રૂ. ૧,૪૦,૦૦૦ના મુદ્દામાલ સાથે લાઠી બાયપાસ રોડ પરથી પકડી પાડતી અમરેલી એલ.સી.બી


એન્જિનિયરિંગ મશીનરીના સાધનોની ચોરી કરનાર ઇસમોને ચોરીના મુદ્દામાલ તથા વાહન સહિત કુલ કિં. રૂ. ૧,૪૦,૦૦૦ના મુદ્દામાલ સાથે લાઠી બાયપાસ રોડ પરથી પકડી પાડતી અમરેલી એલ.સી.બી

ગુન્હાની વિગત
(૧) ગઇ તા.૨૧/૦૮/૨૦૨૨ ના કલાક ૨૦/૦૦ થી તા.૦૧/૦૯/૨૦૨૨ ના કલાક ૯/૩૦ દરમિયાન અમરેલી તાલુકાના ચિતલ ગામે આદેશ એન્જિનિયરિંગ નામની દુકાન બહાર મુકેલ ડીફ્રેશન નંગ ૩ જેની કિં.રૂ.૧૮,૦૦૦/- તથા મહાદેવ એન્જિનિયરિંગ નામની દુકાન બહારથી ડીફ્રેશન નંગ - ૨ જેની કિં.રૂ.૧૨,૦૦૦/- એમ કુલ ડીફ્રેશન નંગ - ૫ જેની કિં.રૂ.૩૦,૦૦૦/- ની કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોય, જે અંગે સુનિલભાઇ હરીભાઇ હરસોરા, ઉં.વ.૪૭, ધંધો- લુહારીકામ, રહે.ચિતલ, વોરાવાડ, તા.જિ.અમરેલીનાઓએ ફરિયાદ આપતાં અમરેલી રૂરલ પો.સ્ટે. એ-પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૪૨૨૦૭૫૧/૨૦૨૨, આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબનો ગુનો અજાણ્યા ચોર ઇસમ વિરૂધ્ધ રજી.થયેલ.

(૨) ગઇ તા.૨૩/૦૮/૨૦૨૨ ના કલાક ૨૧/૦૦ થી તા.૦૪/૦૮/૨૦૨૨ ના કલાક ૮/૦૦ દરમિયાન અમરેલી, લાઠી રોડ, મહાદેવ એન્જિનિયરિંગ નામની દુકાન બહાર મુકેલ ઓઇલ મીલના શાફટીંગ નાના-મોટા લોખંડના નંગ * કિ.રૂ.૮૦,૦૦૦/- ની કોઇ અજાણ્યો ઇસમ ચોરી કરી લઇ ગયેલ હોય, જે અંગે નાનજીભાઇ હરજીભાઇ ધોરી, ઉ.વ.૫૪, ધંધો-વેપાર, રહે.કેરીયાનાગસ, નિશાળ પાછળ, તાજ અમરેલી નાઓએ ફરિયાદ આપતાં અમરેલી રૂરલ પો.સ્ટે. એ પાર્ટ ગુ.ર.નં. ૧૧૧૯૩૦૦૪૨૨૦૭૫૨/૨૦૨૨, આઇ.પી.સી. કલમ ૩૭૯ મુજબનો ગુનો અજાણ્યા ચોર ઇસમ વિરૂધ્ધ રજી. થયેલ.

ભાવનગર રેન્જ આઇ.જી.શ્રી અશોક કુમાર સાહેબ નાઓએ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં બનતા મિલકત સબંધી ગુનાઓ ડીટેક્ટ કરવા સુચના આપેલ હોય, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબ નાઓએ અમરેલી જિલ્લામાં બનવા પામેલ મિલકત સબંધી ગુનાના આરોપીઓને શોધી કાઢી, તેમના વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા અને વણશોધાયેલ ગુનાઓ ડીટેક્ટ કરવા અમરેલી એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપેલ હતું.

અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આઇ.જે.ગીડા તથા એલ.સી.બી. ટીમ દ્વારા અમરેલી, લાઠી રોડ વિસ્તારમાં બનવા પામેલ ચોરીના ગુનાના આરોપીઓને શોધી કાઢવા માટે સઘન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ, વાયરલેસ પો.સ.ઇ.શ્રી જે.એમ.કડછા તથા અમરેલી નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત કમાન્ડ કન્ટ્રોલ સેન્ટરના સ્ટાફ ની મદદથી અમરેલી શહેર તથા અમરેલી જિલ્લાના એન્ટ્રી અને એક્ઝીટ પોઇન્ટ પરના સી.સી.ટી.વી. ફુટેજ ચેક કરવામાં આવેલ હતાં. સી.સી.ટી.વી. ફુટેજના સતત અભ્યાસ દરમિયાન એક ભારવાહક રીક્ષા આંટા ફેરા મારતી જોવા મળેલ હતી. આ સી.સી.ટી.વી. ફુટેજમાં જોવામાં આવેલ ભારવાહક રીક્ષાના રજી. નંબર GJ-16-X-3471 હોવાનું જણાઇ આવેલ હતું.

આજરોજ બાતમી રાહે હકીકત મળેલ કે, ડીફ્રેશન તથા શાફટીંગની ચોરી કરતા ઇસમો એક ભારવાહક રીક્ષામાં ચોરીના ડીફ્રેશન તથા શાફટીંગ વેચવા માટે નીકળેલ છે તેવી ચોક્કસ બાતમી મળતાં, બાતમી વાળા વાહનો અંગે વોચમાં રહેતાં, અમરેલી, લાઠી બાયપાસ રોડ ઉપરથી ચોરીના મુદ્દામાલ તથા ભારવાહક રીક્ષા સાથે ચાર ઇસમોને પકડી પાડેલ છે.

પકડાયેલ આરોપીઓ
(૧) મગનભાઇ હરજીભાઇ પરમાર, ઉ.વ.૪૫, રહે.અમરેલી, સાવરકુંડલા બાયપાસ ચોકડી, મફતપરા, તા.જિ.અમરેલી. (૨) નટુભાઇ ભુપતભાઇ પરમાર, ઉ.વ.૩૫, રહે.અમરેલી, સાવરકુંડલા બાયપાસ ચોકડી, મફતપરા, તા.જિ.અમરેલી. (૩) રંજનબેન વા/ઓ નટુભાઇ ભુપતભાઇ પરમાર, ઉ.વ.૩૨, રહે.અમરેલી, સાવરકુંડલા બાયપાસ ચોકડી, મફતપરા તા.જિ.અમરેલી (૪) જસુબેન ઉર્ફે રશીલાબેન વા/ઓ જેન્તીભાઇ લવિંગભાઇ ચારોલીયા, ઉ.વ.૩૭, રહે.ટોડા તા.લાઠી, જિ.અમરેલી.

પકડાયેલ મુદ્દામાલ
લોખંડની શાફટીંગ નંગ- ૪ કુલ કિ.રૂા.૮૦,૦૦૦/- તથા ડીફ્રેસન નંગ- ૫ કુલ કિ.રૂા.૩૦,૦૦૦/- તથા એક મહેન્દ્રા કંપનીની ભાર રીક્ષા જેના રજી.નં- GJ-16-X-3471 કિ.ગ઼.૩૦,૦૦૦/- મળી કુલ કિં.રૂ.૧,૪૦,૦૦૦/- નો મુદ્દામાલ,

પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ
પકડાયેલ આરોપીઓ પૈકી મગનભાઇ હરજીભાઇ પરમાર અમરેલી જિલ્લાનો સક્રીય ગુનેનાર છે તેમના વિરૂધ્ધ આજ દિન સુધીમાં લુંટ, ખુન, ચોરીઓ સહિત નીચે મુજબના ગુનાઓ રજી. થયેલ છે.

(૧) લીલીયા પો.સ્ટે. ફ. ગુ.ર.નં.૧૯/૨૦૦૩, ઇ.પી.કો. કલમ ૩૯૪, ૩૪ મુજબ. (૨) ચલાલા પો.સ્ટે. ફ. ગુ.ર.નં. ૦૩/૨૦૦૨, ઇ.પી.કો. કલમ ૩૯૪, ૧૧૪ મુજબ. (૩) લાઠી પો.સ્ટે. ફ. ગુ.ર.નં.૪૩/૨૦૦૩ ઇ.પી.કો. કલમ ૩૯૨, ૩૯૪, ૫૦૬(૨) મુજબ. (૪) સાવરકુંડલા તાલુકા પો.સ્ટે. ફ. ગુ.ર.નં.૯૮/૨૦૦૦, ઇ.પી.કો. કલમ ૩૯૪,૧૧૪,૫૧૧ મુજબ. (૫) સાવરકુંડલા તાલુકા પો.સ્ટે. ફ. ગુ.ર.નં.૫૯૨૦૦૧, ઇ.પી.કો. કલમ ૩૯૪,૧૧૪,૫૧૧ મુજબ. (૬) સાવરકુંડલા તાલુકા પો.સ્ટે. ફ. ગુ.ર.નં.૮૭/૨૦૦૩, ઇ.પી.કો. કલમ ૩૯૪,૧૧૪,૫૧૧ મુજબ, (૭) અમરેલી રૂરલ પો.સ્ટે. ફ. ગુ.ર.નં. ૧૯/૨૦૦૦, ઇ.પી.કો. કલમ ૩૯૪, ૧૧૪ મુજબ. (૮) અમરેલી રૂરલ પો.સ્ટે. ફ. ગુ.ર.નં. ૧૮૧/૨૦૦૨, ઇ.પી.કો. કલમ ૩૯૪,૧૧૪ મુજબ. (૯) અમરેલી રૂરલ પો.સ્ટે. ફ. ગુ.ર.નં. ૧૮૩/૨૦૦૨, ઇ.પી.કો. કલમ ૩૯૪,૧૧૪ મુજબ. (૧૦) અમરેલી રૂરલ પો.સ્ટે. ફ, ગુ.ર.નં. ૦૧/૨૦૦૩, ઇ.પી.કો. કલમ ૩૯૪,૧૧૪ મુજબ. (૧૧) અમરેલી રૂરલ પો.સ્ટે. ફ. ગુ.ર.નં. ૨૫/૨૦૦૩, ઇ.પી.કો. કલમ ૩૯૪,૧૧૪ મુજબ. (૧૨) અમરેલી રૂરલ પો.સ્ટે. ફ, ગુ.ર.નં. ૩૦/૨૦૦૩, ઇ.પી.કો. કલમ ૩૯૪,૧૧૪ મુજબ.(૧૩) અમરેલી રૂરલ પો.સ્ટે. ફ. ગુ.ર.નં. ૩૨/૨૦૦૩, ઇ.પી.કો. કલમ ૪૪૭, ૩૦૨, ૩૯૭ મુજબ.(૧૪) ખાંભા પો.સ્ટે. ફ. ગુ.ર.નં. ૫૭/૨૦૦૩, ઇ.પી.કો. કલમ ૩૯૪, ૩૪ મુજબ. (૧૫) ગઢડા પો.સ્ટે. જિ.બોટાદ ફ, ગુ.ર.નં. ૮૦/૨૦૦૩, ઇ.પી.કો. કલમ ૩૯૪, ૧૧૪ મુજબ. (૧૬) ગઢડા પો.સ્ટે. જિ.બોટાદ ફ. ગુ.ર.નં. ૧૧૪/૨૦૦૩, ઇ.પી.કો. કલમ ૩૦૨, ૩૦૭, ૩૯૪, ૧૧૪ મુજબ.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાહેબનાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ.શ્રી આઇ.જે.ગડા તથા એલ.સી.બી. ટીમ તથા વાયરલેસ પો.સ.ઇ.શ્રી જે.એમ.કડછા તથા અમરેલી નેત્રમ પ્રોજેક્ટ અંતર્ગત કમાન્ડ કન્ટ્રોલ સેન્ટરના સ્ટાફ દ્વારા કરવામાં આવેલ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]