જસદણમાં વાજસુરપરાના લોકોને પીવાનું પાણી પૂરું પાડતા પાણીના ટાંકા માં લટકી રહ્યાં છે અનેક પક્ષીના મૃતદેહ અને મૃત પક્ષી જોવા મળી રહ્યા છે, - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/98o4s8ctwmoxzs16/" left="-10"]

જસદણમાં વાજસુરપરાના લોકોને પીવાનું પાણી પૂરું પાડતા પાણીના ટાંકા માં લટકી રહ્યાં છે અનેક પક્ષીના મૃતદેહ અને મૃત પક્ષી જોવા મળી રહ્યા છે,


જસદણમાં વાજસુરપરાના લોકોને પીવાનું પાણી પૂરું પાડતા પાણીના ટાંકા માં લટકી રહ્યાં છે અનેક પક્ષીના મૃતદેહ અને મૃત પક્ષી જોવા મળી રહ્યા છે,

જસદણ શહેરના વોર્ડ નં.2માં આવેલા વાજસુરપરા વિસ્તારમાં અંદાજે 3500 જેટલા લોકો વસવાટ કરી રહ્યા છે. પરંતુ આ વિસ્તારમાં વસતા રહીશો માથે પાણીજન્ય રોગચાળો દસ્તક દઈને બેઠો હોય તેવા દ્રશ્યો સામે આવ્યા હતા. જેમાં વાજસુરપરા વિસ્તારને પીવાનું પાણી પૂરું પાડતા ટાઉનહોલ પાસેના ટાંકા માં છેલ્લા ઘણા સમયથી પક્ષીઓના મૃતદેહ લટકી રહ્યા છે.અને મૃત પક્ષી પાણી માં તરતાં જોવા મળી રહ્યા છે, છતાં જવાબદાર નગરપાલિકા તંત્ર દ્વારા આ ટાકાની સાફ-સફાઈ કામગીરી કરવામાં આવતી ન હોવાના આક્ષેપ કર્યા હતા, વાજસુરપરા વિસ્તારના લોકોના આરોગ્ય જોખમમાં મુકાયા છે.અને જોઈ રોગચાળો ફાટી નીકળશે તો જવાબદારી કોની તે મોટો સવાલ છે,

જસદણ નગરપાલિકા દ્વારા જ્યારથી આ પીવાના પાણીનો ટાંકો બનાવવામાં આવ્યો છે ત્યારથી આજદિન સુધીમાં ક્યારેય આ ટાકાની સફાઈ કામગીરી કરવામાં આવી નથી. હાલ આ ટાકામાં અનેક પક્ષીઓના મૃતદેહ પડ્યા હોવાથી ટાકામાં પગ મુકવો પણ ભારે પડી જાય તેટલી હદે દુર્ગંધ પ્રસરી રહી છે. હાલ વિસ્તારવાસીઓને સ્થાનિક નગરપાલિકા તંત્રના પાપે શુદ્ધ પાણીના બદલે અશુદ્ધ પીવાનું પાણી પીવાના વારો આવ્યો છે જેથી જસદણ નગરપાલિકાના જવાબદારો દ્વારા વાજસુરપરા વિસ્તારમાં પાણીજન્ય રોગચાળો ફાટી નીકળે તે પહેલા યોગ્ય સાફ-સફાઈ કામગીરી કરવામાં આવે તેવી વિસ્તારવાસીઓ માંગ કરી રહ્યા છે,

જસદણ નગરપાલિકાના ચીફ ઓફિસર સાથે વાતચિત કરતા આ બાબત મારા ધ્યાને આવી છે અને અમે સ્થળ મુલાકાત કરીને તપાસ કરી છે,સુપર વાઈજાર ને બોલાવીને સૂચના આપી છે કે આ પાણી નો વપરાશ કરવામાં નહિ આવે અને સમયાંતરે સફાઈ કરવામાં આવશે અને ભવિષ્યમાં આવા પ્રશ્ન ન બને તેવા પ્રયાસો કરશુ,તેવું કહ્યું હતું પરંતુ રોગચાળો ફેલાઈ તે પહેલાં લોકોને સુદ્ધ પાણી આપવું જરૂરી છે,

જસદણ નગરપાલિકા દ્વારા લાખો રૂપિયાના ખર્ચે પાણીનો ટાકો બનાવવામાં આવ્યો હતો. જોકે આ ટાકા પાછળ દર વર્ષે નગરપાલિકા તંત્ર દ્વારા તગડો મેન્ટેનન્સ ખર્ચ પણ કરવામાં આવે છે. છતાં આ ટાકા માં રહેલ એરહોલ(હવાબારી)માં જાળી લગાવવામાં આવેલ ન હોવાથી પક્ષીઓ એરહોલમાંથી ટાંકા માં પ્રવેશ કરે છે ત્યારે પાલિકાએ તાત્કાલિક ધોરણે ટાકા ની સફાઈ કામગીરી કરીને લોકોને પીવાનું સુદ્ધ પાણી મળે તેવી કામગીરી કરવી જરૂરી બની છે,
રીપોર્ટ રસીક વિસાવળીયા 7801900172


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]