ગાંધીનગર તાલુકા પંચાયત પૂર્વ ઉપ પ્રમુખે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/8wktoyfmcn5uyrqx/" left="-10"]

ગાંધીનગર તાલુકા પંચાયત પૂર્વ ઉપ પ્રમુખે કોંગ્રેસમાંથી રાજીનામુ આપ્યું.


ઉવારસદ ખાતે રહેતાં મહોતજી ઠાકોર ગાંધીનગર તાલુકા પંચાયતના ઉપપ્રમુખ ઉપરાંત ગુજરાત કોંગ્રેસ એસોબી વિભાગમાં મહામંત્રી પદે રહી ચૂક્યા છે. આ અંગે મહોતજી ઠાકોરે કહ્યું હતું કે, સી. જે. ચાવડા ભાજપમાં જોડાયા તેઓની સાથે હું પણ ભાજપમાં જોડાવા જઈ રહ્યો છું. હું જ નહીં આગામી સમયે ઘણા સરપંચ અને તાલુકા સભ્યો પણ ભાજપમાં જોડાય તેવી શક્યતા છે. અગાઉ સવા વર્ષ સુધી તાલુકા પંચાયતમાં પ્રમુખનું પદ આપવાનો વાયદો કરવા છતાં પદ આપવામાં આવ્યું ન હતું. આ રીતે મારી સાથે કોંગ્રેસ પક્ષ દ્વારા સતત અન્યાય થતો રહ્યો છે. જેને પગલે મેં કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપી દીધું છે.


6352006405
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]