ભાવનગર પુરવઠા વિભાગ ને નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા નોટિસ ફટકારતા પુરવઠા વિભાગ એક્સન મોડમાં - At This Time

ભાવનગર પુરવઠા વિભાગ ને નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા નોટિસ ફટકારતા પુરવઠા વિભાગ એક્સન મોડમાં


ભાવનગર બોગસ રેશનકાર્ડ કૌભાંડ મામલે વાજબી ભાવની દુકાનોમાં સર્ચ ઓપરેશન હાથ ધરી સસ્તા અનાજની દુકાનો સીલ કરવાનો સિલ સિલો ચાલુ

ભાવનગર બોગસ રાશન કાર્ડ PILની અસર

ભાવનગર પુરવઠા વિભાગ ને નામદાર ગુજરાત હાઇકોર્ટ દ્વારા નોટિસ ફટકારતા પુરવઠા વિભાગ એક્સન મોડમાં

પુરવઠા વિભાગ અને કલેકટર દ્વારા મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરી કૌભાંડી સસ્તા અનાજની દુકાનો પર સપાટો બોલાવાની કામગીરી હાથ ધરવામાં આવી

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ગુજરાત રાજ્યના ભાવનગર જિલ્લામાં ચાલતા ડુપ્લીકેટ રેશનકાર્ડ કૌભાંડ મામલે ગરીબો સાથે થતી છેતરપિંડી સામે કાયદાના તેમજ ગરીબોના અને પછાત જનતાના વિશાળ હિતમાં એડવોકેટશ્રી પ્રશાંત ચાવડા સાહેબના માધ્યમથી નામદાર ગુજરાત હાઇકોર્ટ ખાતે તાજેતરમાં જ PIL દાખલ કરવામાં આવી હતી જેમાં એક જ વ્યક્તિના નામે બે (ડબલ) રેશનકાર્ડ બન્યાનો દાવો કરવામાં આવ્યો હતો અને વધુમાં પ્રશાંત ચાવડા સાહેબશ્રી દ્વારા નામદાર ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સાહેબને જણાવવામાં આવ્યું હતું કે ગરીબોને મળતા સસ્તા અનાજના જથ્થાનો ખોટો સંગ્રહ કરી અનાજને બારોબાર સગેવગે કરવામાં આવતું હતું જે બાબતે નામદાર ગુજરાત હાઈકોર્ટે સમક્ષ સમગ્ર દસ્તાવેજી આધાર પુરાવો રજૂ કરેલ હતા જેથી નામદાર ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સાહેબે એડવોકેટશ્રી પ્રશાંત ચાવડા સાહેબની દલીલો અને પુરાવાને ધ્યાને લઈ ભાવનગર કલેકટર અને એસ.પી,ઉપરાંત ડાયરેક્ટ અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ ગાંધીનગર તેમજ નાગરિક પુરવઠા વિભાગ ભાવનગર સહિતનાઓને નામદાર ગુજરાત હાઇકોર્ટ સમક્ષ જવાબ રજૂ કરવા નોટિસ ફટકારવામાં આવી હતી જેને લઈને જિલ્લા પુરવઠા અધિકારીશ્રી ભાવનગર દ્વારા નકલી રેશનકાર્ડ કૌંભાડ બાબતે તાત્કાલિક ધોરણે તપાસનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો હતો જેમાં વાજબી ભાવની દુકાનની તપાસ કર્યા બાદ ક્ષતિઓ અને ગેરરીતી જણાતા જિલ્લા પુરવઠા અધિકારીશ્રી એચ.એમ.જણકાટ દ્વારા મહુવા શહેરમાં આવેલ વાજબી ભાવની દુકાન નંબર મહુવા-18 નો પરવાનો તાત્કાલિક ધોરણે 90 દિવસ માટે રદ કરી દેવામાં આવ્યો જે બાબતે વાજબી ભાવના દુકાનદારોને જાણ થતા સમગ્ર ભાવનગર જિલ્લામાં ફફડાટ વ્યાપી ગયો હતો અને તંત્રમાં પણ ભારે ખળભળાટ મચી જવા પામી છે તેમજ તેરી ભી ચૂપ ઔર મેરી ભી ચૂપ ની ચર્ચા તંત્રમાં ચાલી રહી છે

રીપોર્ટ.રમેશ.જીંજુવાડીયા-મહુવા
9484450944


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.