ચોરીના મુદ્દા માલ સાથે એક ઈસમને પકડી પાડી બરવાળા પોલીસ સ્ટેશન નો અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરતી બરવાળા પોલીસ ટીમ - At This Time

ચોરીના મુદ્દા માલ સાથે એક ઈસમને પકડી પાડી બરવાળા પોલીસ સ્ટેશન નો અનડીટેકટ ગુન્હો ડીટેકટ કરતી બરવાળા પોલીસ ટીમ


બરવાળા પોલીસ સ્ટેશન દ્વારા
સાળંગપુર હનુમાનજી મંદિર ના ગ્રાઉન્ડમાં આવેલ ખુલ્લી જગ્યા માં બનાવેલ ધાર્મિક ચીજવસ્તુ વેચવાના મંડપમાં રાખેલા ટેબલના લોક તોડી આશરે રોકડ રૂપિયા ૫,૦૦,૦૦૦ કોઈ અજાણ્યો ઈસમ ચોરી ગયેલાનું પોતાની ફરિયાદમાં જણાવેલ જે ગુન્હો અનડીટેકડ હોય જે ગુન્હા ની ગંભીતાને ધ્યાને લઈ ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ ભાવનગર નાઓ દ્વારા ચોકી ના અનડીટેકટ ગુન્હા ઓ ડીટેકટ કરવા સૂચના કરેલ હોય જે અનુસંધાને બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક કે.એફ.બળોલીયા નાઓ દ્વારા જિલ્લાના તમામ અધિકારી નાઓને સૂચનાની અમલવારી કરવા જણાવેલ હોય જે અન્યવે નાયબ પોલીસ અધિક્ષક શ્રી એમ એન રાવલ તથા સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર ટી એસ રીઝવી ના માર્ગદર્શન હેઠળ આરોપીની ઓળખ કરવા અલગ અલગ ટીમો બનાવી સી સી ટી વી અને ખાનગી બાતમીદારો ની મદદ થી આરોપીની ઓળખ મેળવી તેને શોધવાના પ્રયત્ન હાથ ધરેલ જે આધારે તપાસ કરતા આરોપી જુનાગઢ જેલ ખાતે હોવાનું જાણવા મળતાં પો.સબ. ઇન્સ વી.સી. ભરવાડ નાઓ દ્વારા જુનાગઢ જેલ ખાતે થી આરોપી નું ટ્રાન્સફર વોરંટ મેળવી તા ૧૬-૧૧-૨૦૨૨ ના રોજ આરોપી ને અટક કરી નામદાર કોર્ટ માંથી આરોપી ના રીમાન્ડ મેળવી યુકતી પયકતી થી પુછપરછ કરતા સંતાડેલ ચોરીના તમામ રોકડ રૂપિયા ૫,૦૦,૦૦૦ શોધી કાઢી મુદામાલ કબ્જે કરી આરોપી ને જેલ હવાલે કરવામાં આવેલ હતો.

બોટાદ બ્યુરો:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.