“પોષણ ભી, પઢાઈ ભી”: ૧થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન બોટાદ જિલ્લામાં 'પોષણ અભિયાન' અંતર્ગત ઉજવણી - At This Time

“પોષણ ભી, પઢાઈ ભી”: ૧થી ૩૦ સપ્ટેમ્બર દરમિયાન બોટાદ જિલ્લામાં ‘પોષણ અભિયાન’ અંતર્ગત ઉજવણી


“સશક્ત નારી, સાક્ષર બાળક, સ્વસ્થ ભારત”નું સૂત્ર સાર્થક બને તે માટે સૌ સાથે મળીને ઉજવણી કરીએ

આ વર્ષે ગ્રામ પંચાયતોને મુખ્ય આધાર રાખી “પોષણ પંચાયત” બનાવવા પર ભાર

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા સ્વસ્થ ભારતના નિર્માણની દિશામાં મહિલાઓ અને બાળકોને પૂરતું પોષણ મળે તે બાબત સુનિશ્ચિત કરવા માટે તા. ૦૮ માર્ચ, ૨૦૧૮ના રોજ 'પોષણ અભિયાન'નો રાષ્ટ્રવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ સરકારશ્રી દ્વારા દર વર્ષે વિવિધ કાર્યક્રમો થકી જનજાગૃતિ માટે ઉમદા કાર્યો કરવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત બોટાદ જિલ્લામાં આઈ.સી.ડી.એસ શાખા દ્વારા વિવિધ આયોજનો કરવામાં આવ્યા છે. જેમાં મુખ્યત્વે મહિલા અને સ્વાસ્થ્ય, બાળકો અને શિક્ષણ, જાતિગત સંવેદનશીલ જળ સંરક્ષણ અને વ્યવસ્થાપન તેમજ આદિવાસી વિસ્તારમાં મહિલાઓ અને બાળકો માટે પરંપરાગત ખોરાક સહિતની ચાર પ્રવૃતિઓ ઉપર ભાર મુકવામાં આવી રહ્યો છે.

આપણાં દેશને સુપોષિત રાષ્ટ્ર તરફ લઇ જવાના અભિયાનનો વેગ વધારવા આ વર્ષે ગ્રામ પંચાયતોને મુખ્ય આધાર રાખી “પોષણ પંચાયત” બનાવવા પર ભાર મુકવામાં આવ્યો છે. જેથી ગામના સરપંચશ્રીઓ,આગેવાનો/વડીલો પોતાના ગામની પોષણ સ્થિતિ વિશે અવગત થાય અને સુધારા માટે આગળ આવી શકે. પોષણ માહની ઉજવણી સફળ અને યોગ્ય રીતે થાય તથા ભારત સરકાર દ્વારા સૂચિત કરવામાં આવેલા “સશક્ત નારી, સાક્ષર બાળક, સ્વસ્થ ભારત”નું સૂત્ર સાર્થક બને તે માટે આખા માસ દરમિયાન તમામ આંગણવાડી કેન્દ્રો, ઘટક કચેરીઓ પર થઈ રહેલી ઉજવણીમાં બોટાદવાસીઓને જોડાવા તેમજ આ અભિયાનમાં સહયોગ આપવા આઈ.સી.ડી.એસ શાખા, બોટાદ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

રિપોર્ટર :ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.