સુરેન્દ્રનગર જિલ્લાનો આહિર સમાજ બન્યો કૃષ્ણમય : યોજાયો ભવ્ય રાસોત્સવ - At This Time

સુરેન્દ્રનગર જિલ્લાનો આહિર સમાજ બન્યો કૃષ્ણમય : યોજાયો ભવ્ય રાસોત્સવ


સુરેન્દ્રનગર જિલ્લામાં આહીર સમાજની જૂજ વસ્તી આવેલી છે પરંતુ સમગ્ર જિલ્લામાં વસતા આહિર પરિવારોમાં રહેલા સ્નેહ અને બંધુત્વની ભાવનાને કારણે બધા પરિવારો સતત એકબીજા સાથે મિલનો યોજતા રહે છે આ આહિર પરિવારોએ સદીઓથી પોતાની આગવી ઓળખ સમાન રીતભાતો,પહેરવેશ અને સંસ્કૃતિને જાળવી રાખી છે ત્યારે સુરેન્દ્રનગરના આંગણે સમગ્ર જિલ્લાના આહિર પરિવારો દ્વારા પોતાની આગવી સંસ્કૃતિને ઉજાગર કરતા *રાસોત્સવ- 2023* ઉત્સવની ભવ્ય ઉજવણી કરી હતી ગુજરાતના જાણીતા લોકગાયક એવા અર્જુનભાઈ આહિર અને હિનાબેન આહિર સાથે આવેલા મ્યુઝિકલ ગ્રૂપે કાર્યક્રમમાં અનેક તાલો સાથે આહિરોને રાસે રમાડ્યા હતા સમર્પણ રેસીડેન્સી ખાતે શરદ પૂર્ણિમાના દિવસે યોજાયેલ આ રાસોત્સવમાં સમગ્ર જિલ્લામાંથી આહિર પરિવારો ઉપરાંત સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજના 70 જેટલા ડોક્ટર વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા જિલ્લાના આહિર સમાજના પ્રમુખ જગદીશભાઈ આહિરે જણાવ્યું હતું કે આહિર પરિવારોમાં કૃષ્ણ પ્રત્યે અદભુત પ્રેમભક્તી રહેલી છે ત્યારે આ શરદ પૂર્ણિમાના દિવસે અમારી આગવી સંસ્કૃતિ સાથે સમાજનો પ્રત્યેક વ્યક્તિ કૃષ્ણમય બન્યો હોય તેવા ઉમંગ અને ઉત્સાહ સાથે આ કાર્યક્રમમાં જોડાયો હતો સમાજ શ્રેષ્ટી અને જાણીતા બિલ્ડર દિપકભાઈ આહીરે આ ઉજવણીને ગોકુળના વ્રજવાસીઓના કૃષ્ણ સાથેના રાસ સાથે સરખાવી હતી આહિર સમાજ માટે કાયમ તત્પર અને શહેરના જાણીતા બિલ્ડર રાજુભાઇ આહિરએ જણાવ્યુ કે સમગ્ર ગુજરાત માંથી શ્રેષ્ટ બુધ્ધિ પ્રતિભા ધરાવતા આહિર યુવાનો જિલ્લામાં આવીને વસતા જાય છે જેણે આવા સાંસ્કૃતિક મહાપર્વને સફળ બનાવ્યું છે આ કાર્યક્રમને સફળ બનાવવામાં સમાજના મંત્રી અને સંગઠન માટે વર્ષોથી કાર્યરત મહેશભાઈ ચાવડા,ન્યુરો સુપર સ્પેશિયાલિસ્ટ સર્જન ડૉ.અશોક નકુમ,શ્યારા સાહેબ,નિવૃત્ત ફોરેસ્ટ ઓફિસર ગોગરા,ચોટીલા થી રાજુભાઇ વરુ,દાનાભાઈ સોલંકી,ઇ.રીકેશભાઈ વીરડા,જયંતીભાઈ વાણિયા,મેરામભાઈ ડાંગર, પી.એસ.આઇ.ડેર સાહેબ,ટી.ડી.ઓ.જયદીપભાઇ બલદાણીયા,લીંબડીથી ડૉ.ઉમેશભાઈ કાછડ,ઇજનેર પ્રકાશભાઈ બલદાનિયા,સાયલાથી નિલેશભાઈ જોગલ, ધાંગધ્રાથી ધનાભાઇ લુવા,રણમલભાઈ આહિર, રાજેશભાઈ કળસરિયા,રાજેશભાઈ જલુ,થાનથી અરસીભાઈ ચાંડેરા,ડૉ.અર્જુનભાઈ આહિર, ડો.જોગલ,ભિમશિભાઈ વારોતરીયા,રમેશભાઈ કરમુર, મુકેશભાઈ જલુ,મયુરભાઈ ગાગલીયા,ડો.મલયભાઈ વાઘમશી ઉપરાંત અનેક ડોક્ટર્સ,પ્રોફેસર્સ,અધિકારીઓ થતાં જિલ્લાના અનેક લોકોનો અનેરો ઉત્સાહ અને સહકાર મળ્યો હતો કાર્યક્રમની સૌથી આકર્ષક બાબત એ હતી કે જિલ્લાના દરેક પરિવારની આહીરાણીઓ પોતાના પારંપરિક પહેરવેશ અને આભૂષણો સાથે જાણે કૃષ્ણ સાથે હોય તેવા ઉમંગ અને ઉત્સાહ સાથે શરદ પૂર્ણિમાની આખી રાતને વ્રજભૂમિની જેમ કૃષ્ણમય બનાવી હતી

રીપોર્ટ નિલેષ ઢીલા


+1919825372002
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.