સરહદી સુઈગામથી સોની ટીવી સુધીની સફર, કે.બી.ઓઝા કે.બી.સી.કાર્યક્રમમાં ઝળકશે. - At This Time
[Sassy_Social_Share type="floating" url="https://atthistime.in/8p4aeuuydksm4fdq/" left="-10"]

સરહદી સુઈગામથી સોની ટીવી સુધીની સફર, કે.બી.ઓઝા કે.બી.સી.કાર્યક્રમમાં ઝળકશે.


બનાસકાંઠાના સરહદી સુઇગામના વતની અને હાલે જિલ્લાના મુખ્યમથક પાલનપુર ખાતે સ્થાયી રહેતા અને સુઇગામ મામલતદાર કચેરીમાં ના.મામલતદાર તરીકે ફરજ બજાવતા કુલદીપભાઈ ભરતભાઇ ઓઝા નેશનલ ટેલિવિઝન સોનીના પ્રખ્યાત શો કૌન બનેગા કરોડપતિ કાર્યક્રમમાં પસંદગી પામ્યા હતા,અને શો સંચાલક મિલેનિયમ સ્ટાર અમિતાભ બચ્ચન સાથે ત્રણ એપિસોડ નું મુંબઈ ખાતે શૂટિંગ પણ કર્યું હતું,જોકે હોટ સીટમાં બેસવા માટે માત્ર 0.01 (1 મીની સેકન્ડ) સમય લેટ થતાં તેઓ ચુકી ગયા હતા,જે કાર્યક્રમનું આગામી 26 થી 28 ડિસેમ્બર દરમ્યાન પ્રસારણ થશે,
કહેવાય છે કે ટેલેન્ટ ક્યાંય છૂપું રહી શકતું નથી,બુદ્ધિ,શક્તિ,ગાયન,વાદન,નૃત્ય કે અન્ય કોઈપણ વિશેષ કલા થકી ટેલેન્ટેડ વ્યક્તિ ગમે તેવા ટોળામાં પણ ઉભરી આવે છે,જેને લઈ અત્યારે કેટલીયે નેશનલ ટેલિવિઝન દ્વારા વિવિધ ક્ષેત્રોના ટેલેન્ટેડ વ્યક્તિઓને પ્લેટફોર્મ પૂરું પાડી કલાકારો શોધવા નું શરૂ કર્યું છે,તો છેલ્લા કેટલાય સમયથી બુદ્ધિ ક્ષમતા વાળા લોકોને માટે સોની ટીવી દ્વારા કૌન બનેગા કરોડપતિ શો ચલાવવામાં આવે છે,જેનું સંચાલન સદીના મહાનાયક મિલેનિયમ સ્ટાર અમિતાભ બચ્ચન દ્વારા કરવામાં આવે છે,આ શો માં કેટલાય પ્રતિભાશાળી વ્યક્તિઓ સવાલોના જવાબો આપી કરોડો રૂપિયા જીતી ચુક્યા છે,કે.બી.સીમાં પોતાની પ્રતિભા દેખાડવા અનેક હોશિયાર લોકો તૈયારી કરી રહ્યા છે,અને એમાં કેટલાય સફળ રહ્યા છે,જે પૈકી ના સરહદી સુઇગામના મૂળ વતની અને હાલે પાલનપુર રહેતા કુલદીપ ભરતભાઇ ઓઝા પણ છે,છેલ્લા 8 વર્ષથી કે.બી.સીના શો માં જવા તૈયારી કરતા કે.બી.ઓઝા નાયબ મામલતદાર ની પરીક્ષા પાસ કરી હાલે સુઇગામ ખાતે નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે,તેમણે જણાવ્યું કે કે.બી.સી ના શો માં જવું એક ટાર્ગેટ હતો,અને એ માટે છેલ્લા 8 વર્ષથી તૈયારી કરતો હતો,ગત મેં મહિનામાં કે.બી.સી માં ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવેલ,જેમાં વિવિધ પડાવો ક્લિયર કરી 10 વ્યક્તિઓની ટીમમાં કે.બી.સી ની હોટ સીટ પર બેસવા માટેના ઇન્ટરવ્યૂમાં માત્ર 0.01 સેકન્ડ લેટ થતાં હોટ સીટ ચુક્યા,6,7 અને 9 માં એપિસોડ માટે મુંબઈ ખાતે ઇન્ટરવ્યૂમાં મિલેનિયમ સ્ટાર અમિતાભ બચ્ચન સાથે સતત 3 દિવસ રહેવાનું સદભાગ્ય મળ્યું,10 જણ ની ટીમમાંથી 4 વ્યક્તિઓને હોટ સીટ પર બેસવા મળ્યું, દરેક ટેલેન્ટેડ યુવાઓનું સ્વપ્નું હોય છે,કે કે.બી.સીમાં અમિતાભ બચ્ચન સામે બેસી સવાલોના જવાબો આપીએ, મારુ એ સ્વપ્નું સાકાર થયું છે,આ ત્રણ દિવસીય એપિસોડનું પ્રસારણ આગામી 26,27 અને 28 ડિસેમ્બર એમ ત્રણ દિવસ નેશનલ ટેલિવિઝન સોની ટી વી પર થશે,તેમણે જણાવ્યું કે આ વખતે હોટ સીટ પર બેસવા નથી મળ્યું,માત્ર માઈક્રો સેકન્ડ થી હોટ સીટ પર બેસવા ના મળ્યું,પહેલી વખત સમજાયું કે સેકન્ડ અને માઈક્રો સેકન્ડની પણ કિંમત કેટલી છે,આગામી સમયમાં પુરી તૈયારી સાથે કૌન બનેગા કરોડપતિ શોમાં એન્ટ્રી કરી હોટ સીટ પર બેસીને અમિતાભ બચ્ચનજીના સવાલોના જવાબો આપીશ.


9925923862
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો. [Sassy_Social_Share]